Western Times News

Gujarati News

ફલાય ઓવર બ્રિજના નિર્માણ કાર્યનું ગોધરાના કલેકટરે જાતે જઈને સ્થળ નિરીક્ષણ કર્યુ

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં પ્રતિદિન વકરતી ટ્રાફિક સમસ્યાઓના કાયમી ઉકેલ માટે શહેરના હાર્દસમા લાલબાગ એસ.ટી સ્ટેન્ડ થી પ્રભા રોડ સુધી ફ્રલાય ઓવરબ્રિજના નિર્માણ કાર્ય સંદર્ભમાં  પંચમહાલ કલેકટર આશિષ કુમાર અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા સમગ્ર રૂટ ઉપર સ્થળ નિરીક્ષણ કરીને ફ્રલાય ઓવર બ્રિજની કામગીરી અને સર્વિસ રોડ બનાવવા માટે અવરોધ રૂપ એવા બાંધકામોને દૂર કરવા માટે હાજર સત્તાધીશોને કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા. The Collector of Godhra personally visited the site and inspected the construction work of fly over bridge

ગોઘરા શહેર ખાતે વધતા જતા ટ્રાફીકની સમસ્યા નિવારણ માટે હવે સરકાર દ્વારા ફ્લાયઓવર બ્રિજ બનાવામા આવી રહ્યો છે,આ બ્રિજ બનવાથી શહેરની વધતી જતી ટ્રાફિક સમસ્યાનો અંત આવશે, અને ભારણ પણ હવુ થશે. સાથે ગોધરા શહેરના વિકાસમાં એક નવી યશકલગી ઉમેરાશે,પોલીસ મુખ્યમથકથી પ્રભારોડ સુધી બનનારા ફ્લાયઓવર બ્રિજ ના નિર્માણ કાર્યનો આરંભ કરાયો છે .જેને લઈને જિલ્લા વહીવટી અને પોલીસતંત્ર દ્વારા નિરિક્ષણ કરવામા આવ્યુ હતુ

ગોધરા શહેરમાં આગામી દિવસોમાં પોલીસ મુખ્યમથકથી લઈને પ્રભા રોડ સુધી ફ્લાય ઓવરબ્રિજ ના નિર્માણ કાર્ય મા કેટલીક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, આગામી દિવસોમાં આ કામગીરી પૂરજાેશમાં શરૂ કરવામાં આવનાર છે, આજરોજ જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ,

નડતરરૂપ દબાણો દુર કરવા પણ સુચનો આપવામા આવ્યા હતા.સાથો સાથ જેમાં આજુબાજુમાં ક્યાં જગ્યા ઓછી અને ક્યાં જગ્યા વધારે છે, તેનું નિરીક્ષણ અને વડોદરા તેમજ અમદાવાદની કેટલીક બસોને ડાયરેક્ટ બાયપાસ કરવા અથવા તો ગોધરા શહેરમાં રહીને પસાર કરવા માટેની જગ્યાઓ જેવી અનેક બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.

જેમાં ગોધરા શહેર છ ડિવિઝન પી.આઇ.એ. આર.પલાશ, ગોધરા શહેર ટ્રાફિક પોસઇ એન.આર.ડોડીયા સહિતના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.