પોલીસનો લોકો સાથેનો વ્યવહાર જાણવા કમીશ્નર હવે દરેક પોલીસ સ્ટેશનમાં જશે
અમદાવાદ, પોલીસ કમીશ્નર દ્વારા અઠવાડીયામાં ર દિવસતેમની ચેમ્બરમાં ટી મીટીગ યોજવામાં આવે છે. જેમાં શહેરના ડીસીપી અને તેનાથી ઉપરના તમામ અધિકારીઓ હાજર રહે છે. જાે કે પોલીસ કમીશ્નર સંજય શ્રીવાસ્તવે હવે ટી મીટીગ તેમની ચેમ્બરમાં નહી પરંતુ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં રાખવાનું શરૂ કર્યું છે. તેમનું એવું માનવું છે કે પોલીસ સ્ટેશનની વાસ્તવીકતાનો ચિતાર મેળવવા તેમજ પોલીસ અને લોકોને નડતી સમસ્યાઓનું નિરાકરણ લાવવાના ભાગરૂપે આ પહેલ કરી છે.
શહેરમાં બનતી ઘટનાઓ, ડીટેકશન પોલીસની કામગીરી, નવી યોજના સહીતની નિતી વિષયક બાબતોની ચર્ચા વિચારણા કરવા માટે દર મંગળવાર અને શુક્રવાર એમ બે દિવસ પોલીસ કમીશ્નર દ્વારા તેમની ચેમ્બરમાં ટી મીટીગ યોજવામાં આવે છે. જાે કે પોલીસ કમીશ્નરે હવે ટી મીટીગ તેમની વારાફરતી તમામ પોલીસ સ્ટેશનોમાં રાખવાનું શરૂ કર્યું છે.
પોલીસ કમીશ્નર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પોલીસની કામ કરવાની પધ્ધતિ, પોલીસની કામ કરવાની પધ્ધતી પોલીસનો કાફલો સાથેનો વ્યવહાર, પોલીસ અને લોકોની સમસ્યા પોલીસ સ્ટેશનનો રેકોર્ડ, વાહનો, હથીયારો, પોલીસ સ્ટેશનોમાં બનતા ગુનાઓ અને તે શોધવા માટે પોલીસ જે રીતે કામ કરે છે, તે તમામ બાબતો જાણવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. પહેલી મીટીગ નરોડા પોલીસ સ્ટેશનમાં હવે બીજી મીટીગ મંગળવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં યોજાશે.
પોલીસ સ્ટેશનમાં આવવતી અરજીઓઅ, દાખલ થતી ફરીયાદો ક્રાઈમ રેકોર્ડ, હથીયારો, વાહન પોલીસને લગતી સમસ્યા તેમજ લોકોની સમસ્યા સહીતની કામગીરીનો ટી મીટીગમાં એક સાથે રીવ્યુ કરાય છે.
જેથી એક જ જગ્યાએ બધા જ અધિકારીઓ ભેગા થઈને દરેક બાબતોની ચકાસણી કરી શકે તે માટે પોલીસ સ્ટેશનોમાં ટી મીટીગ શરૂ કરવામાં આવી છે.મહીલા, બાળકો, વૃદ્ધો માટે લોન્જ બનશે પોલીસ સ્ટેશનમાં આવતી મહીલાઓ, બાળકો અને વૃધ્ધોને બેસવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં અલાયદી વ્યવસ્થા કરવાની સુર આવી રહયો છે. જેથી દરેક પોલીસ સ્ટેશનોમાં આ માટે અલગથી લોન્જ બનાવવા વિચારણા ચાલી રહી છે.