Western Times News

Gujarati News

Cannabis Sommelier કંપની ગાંજાે ફૂંકવાની નોકરી માટે ૮૮ લાખ પગાર આપશે

ધૂમ્રપાન જીવલેણ હોય છે, છતાં પણ કરોડો લોકો ધૂમ્રપાન કરે છે.

નવી દિલ્હી, કોઈ નેચરલ વસ્તુઓનો તો કોઈ નશીલા પદાર્થનું ધૂમ્રપાન કરે છે. ઘણા લોકો ગાંજાની લતમાં રચ્યાપચ્યા રહે છે. ગાંજાે પીવાની આદત ખૂબ જ ગંભીર ગણવામાં આવે છે. તેનું વ્યસન છોડાવવું મુશ્કેલ છે. પણ આવા લોકો માટે નોકરી ઊભી થઈ છે. આ નોકરીમાં તેઓએ ગાંજાે ફૂંકવાનો છે અને તેના બદલે કંપની મસમોટો પગાર આપશે.The company has given a job offer for cannabis users.

કંપનીએ ગાંજાે પીનારા માટે જાેબ ઓફર્સ આપી છે. નોકરીની જાહેરાત મુજબ તમારે માત્ર ગાંજાે ફૂંકવાનો છે અને તેના બદલામાં તમને ૮૮ લાખ રૂપિયાનો જંગી પગાર મળવાનો છે. હવે આ કામ માટે લાઈનો લાગી છે. ગળાકાપ સ્પર્ધા છે. સોશિયલ મીડિયા પર લોકો આ જાેબ વિશે સાંભળીને અચરજ પામી રહ્યા છે. પ્રોફેશનલ ગાંજાે પીનારાઓ માટે આ અજીબોગરીબ જાેબ ઓફર કાઢવામાં આવી છે.

German Company પ્રોફેશનલ ગંજેડી જાેઈએ છે. આ કંપનીનું નામ Cannabis Sommelier છે અને તે ધૂમ્રપાન કરનાર પ્રોફેશનલની શોધમાં છે. તેઓ પ્રોડક્ટની ગુણવત્તા તપાસવા માટે વિડ એક્સપર્ટની શોધમાં છે. કોલોન-આધારિત કેનાબીસ જર્મન ફાર્મસીઓને દવા તરીકે ગાંજાનું વેચાણ કરે છે. આ માટે તેઓ તેમની પ્રોડક્ટ સૂંઘે, અનુભવ કરે અને સ્મોકિંગ કરી તેની ક્વોલિટી ચેક કરે તેવા લોકોની શોધમાં છે.

આ બાબતે કંપની CEO ડેવિડ હેને બિલ્ડને કહ્યું હતું કે, તેઓ ઓસ્ટ્રેલિયા, કેનેડા, પોર્ટુગલ, મેસેડોનિયા અને ડેનમાર્ક જેવા દેશો માટે ઉત્પાદનો પર સ્ટાન્ડર્ડ મોનિટરિંગ કરી શકે તેવા કર્મચારીની શોધમાં છે. કર્મચારીએ જર્મનીમાં ડિલિવરી કરેલી સામગ્રીની ગુણવત્તા પણ તપાસવી પડશે. ગાંજાે ફૂંકવાની આ નોકરી માટે પણ આકરી સ્પર્ધા છે. ગંજેડીઓએ અરજીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

જાે કે, નોકરી મેળવવા માટે કર્મચારી ગાંજાનો દર્દી હોવો જાેઈએ અને જર્મનીમાં કાયદેસર રીતે ગાંજાે પીવા માટેનું લાઇસન્સ પણ હોવું આવશ્યક છે. જેના કારણે ગાંજાે પીનાર સામાન્ય બંધાણી માટે આ નોકરી મેળવવી અશક્ય સમાન છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.