Western Times News

Gujarati News

સાંસદ ખેલકૂદ સ્પર્ધા અંતર્ગત આયોજિત ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનું સમાપન

અમદાવાદ,  કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી સાંસદ ખેલકૂદ સ્પર્ધા અંતર્ગત આયોજિત ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગના સમાપન અવસરે રાજ્યમંત્રી હર્ષ સંઘવી, MLA જગદીશભાઈ, તથા BCCI ના સેક્રેટરી શ્રી જય શાહ, સહિત મહાનુભાવો, રમતવીરો અને ખેલરસિકો સાથે સહભાગી બનવાનો અવસર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પ્રાપ્ત થયો હતો.  The conclusion of Gandhinagar Lok Sabha Premier League organized under MP sports competition

અમદાવાદ ખાતે ગાંધીનગર સાંસદ ખેલકૂદ સ્પર્ધા અંતર્ગત ગાંધીનગર લોકસભા પ્રિમીયર લીગની આયોજિત ફાઈનલ મેચમાં મારા મતક્ષેત્રની થલતેજ સીસી ટીમના ભવ્ય વિજય બદલ ટીમના સૌ સભ્યોને હાર્દિક અભિનંદન તેમજ રનર્સ અપ ટીમને શુભેચ્છા મુખ્યમંત્રીએ પાઠવી હતી.  તેમણે જણાવ્યું હતું કે,  અમિતભાઈ શાહ દ્વારા પોતાના સંસદીય ક્ષેત્રમાં આયોજિત ખેલકૂદ જનમહોત્સવથી યુવાઓમાં રહેલી વિવિધ પ્રતિભા ખીલી ઉઠશે તેમજ ખેલદિલીની ભાવના વધશે. મને વિશ્વાસ છે કે આ મહોત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ હાર-જીતમાંથી પ્રેરણા લઈ જીવનમાં આગળ વધી ઉત્તમ ભવિષ્યનું ઘડતર કરશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.