જંબુસર અને આમોદ તાલુકાને જાેડતા ઢાઢર નદીના પુલની સ્થિતિ દયનીય બની

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના આમોદ તાલુકા અને જંબુસર તાલુકાના જાેડાતા ઢાઢર નદીના પુલ ઉપર ગાબડું જાેવા મળતા વાહનચાલકોમાં ગભરાટ જાેવા મળી રહ્યો છે.જેથી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરાઈ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.જાે તંત્ર દ્વારા ઢાઢર નદીના બિસ્માર પુલનું ધ્યાન નહીં આપવામાં આવે તો મોરબી જેવી દુર્ઘટના થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.આ બાબતે જંબુસર મતવિસ્તારના માજી ધારાસભ્ય કિરણ મકવાણાએ સ્થળનું નિરીક્ષણ કરી ભરૂચ જીલ્લા કલેક્ટરને ટેલિફોનિક જાણકારી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર અને આમોદ તાલુકાને જાેડતો આ ઢાઢર નદી ઉપરનો પુલ સૌરાષ્ટ્ર – કાઠિયાવાડ તરફથી સુરત – મુંબઈ આવતા જતા વાહનો માટે ટૂંકો તેમજ ટ્રાફિક અને ટોલટેક્સથી બચવાનો મુખ્ય ધોરીમાર્ગ હોય પુલ પરથી દરરોજ હજારોની સંખ્યામાં ભારદારી વાહનો પસાર થાય છે.જેથી હાઈવે ઓથોરિટી વહેલી તકે પુલનું સમાઅરકામ કરે તે ઈચ્છનીય છે.