ધોરાજી સિવિલ હોસ્પિટલની હાલત બત્તર,લોકોએ કંટાળીને પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવ્યો
ધોરાજી, આરોગ્યની વાત આવે ત્યારે સરકાર ખુબ મોટી-મોટી ગુલબાંગો મારે છે. પરંતુ આજે પણ સરકારી દવાખાના અને હોસ્પિટલોની હાલત બત્તર છે. આવી જ સ્થિતિ ધોરજીમાં સામે આવી છે. જ્યાં હોસ્પિટલ બહાર લોકોએ કંટાળીને પોસ્ટરો માર્યા છે. ધોરાજીમાં સ્વાસ્થ્યનું મંદિર ખુલ્લું છે.
પરંતુ અહીં ભગવાનની અછત છે. કહેવાનો મતલબ એ છે કે, ડોક્ટરોને આપણે ભગવાનની ઉપાધી આપી છે. પરંતુ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તે ભગવાન રૂપી ડોક્ટરોની જ અછત છે. જેના કારણે અહીં ઓપીડીમાં આવતા રોજ ૨૦૦થી ૩૦૦ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે.
તેવામાં ઉંઘતા તંત્રને જગાડવા માટે આજે સ્થાનિક યુવાનો દ્વારા હોસ્પિટલ બહાર પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હાલ હોસ્પિટલમાં એમબીબીએસ ડોક્ટરની ૪ જગ્યા સામે માત્ર ૨ ડોક્ટર જ છે. તો ક્લાસ-વન કક્ષાના ડોક્ટરોની ૭ જગ્યાઓની સામે માત્ર ૩ ડોક્ટરો જ ઉપલબ્ધ છે. આ સિવાય બાળરોગ, આંખના સર્જન સહિતના ડોક્ટરોની પણ અછત છે. તો મેડિકલ ઓફિસરની ભરતી થઈ છતાં હજૂ ૨ ઓફિસર હાજર થયાં નથી.
ધોરોજી સિવિલમાં ડોક્ટરોની અછતના કારણે દર્દીઓ પરેશાન છે તે વાત તો અહીં સાચી છે. તેવામાં જાેવાનું એ રહેશે કે, સ્વાસ્થ્ય પાછળ કરોડો રૂપિયા પાણીની જેમ વહાવતી સરકારનું ધ્યાનું આ તરફ ક્યારે કેન્દ્રિત થાય છે. અને ક્યારે ડોક્ટરોની પુરતા પ્રમાણમાં ભરતી થાય છે. SS3SS