લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજની હાલત હજુ પણ અતિ બિસ્માર

અમદાવાદ, અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલ પૂર્વથી પશ્ચિમને જાેડતો લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ બિસ્માર હાલતમાં જાેવા મળી રહ્યો છે. આ બ્રિજ ગમે ત્યારે દુર્ઘટના સર્જી શકે તેવી પરિસ્થિતિ છે પરંતુ અહી ન તંત્રનું ધ્યાન આવે છે કે ન તો નેશનલ હાઇવે ઓથોરિટીનું! બ્રીજ પર પસાર થવુ લોકોની મજબૂરી છે, ડર લાગતો હોવા છતા પણ બ્રીજ પરથી ચાલવા લોકો મજબૂર બન્યા છે.
મોરબી બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે ફરી એક વાર આવી દુર્ઘટના ન બને તે માટે તંત્રએ તકેદારી રાખવી જરૂરી છે. અમદાવાદમાં આવેલ લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ સમારકામ માંગી રહ્યો છે. સાબરમતી નદી પર આવેલ લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ ૪૦ વર્ષથી પણ વધારે જૂનો છે.
અમદાવાદ શહેરને પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જાેડતો આ બ્રિજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે મહત્વનો ગણવામાં આવે છે. વિશાલા સર્કલથી નારોલ જવા માટે રોજના લાખો વાહનો અહીંયાંથી પસાર થાય છે. આ બ્રિજ બિસ્માર છે અને અહીંના રોડ પણ તૂટેલા છે.
જ્યારે બ્રીજને બંને બાજુથી કોરડન કરતી પાળીમાંથી સળિયા બહાર આવી ગયા છે. રિક્ષા ચાલક ઈમ્તિયાઝભાઈએ જણાવ્યું કે, ગ્યાસપુર બ્રિજ એક હાથ જેટલો નીચે પડી ગયો છે છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. એક ટેમ્પો ચાલકે જણાવ્યું હતું કે, જ્યારે પણ અહીથી પસાર થઈએ ત્યારે વિચાર આવે છે કે અહીં મોરબી જેવી ઘટના બની શકે છે.
સાઈડ પરથી બ્રિજ તુટેલો ન દેખાય તે માટે તંત્રએ પતરા માર્યા છે. અચાનક કોઈ ઘટના બને તો કોણ જવાબદાર? આ બાબતે ગ્યાસપુર વિસ્તારનાં રહેવાસી નટવરભાઈ રાવલે જણાવ્યું કે, ‘હું જ્યારે રાત્રે અહીંથી નીકળું છું ત્યારે જલદીથી બ્રિજ ક્રોસ કરી લઉ છું. SS1MS