1200 બેડની હોસ્પિટલમાં નવા નક્કોર બાંકડાઓની હાલત ભંગાર જેવી
અમદાવાદ, દર્દીની સારવાર કરવાની બાબતે અમદાવાદની સિવિલ હોસ્પિટલ માત્ર રાજ્યમાં નહીં પરંતુ દેશ દુનિયામાં જાણિતી છે પરંતુ કેટલાક મામલે સિવિલ હોસ્પિટલમાં અનેક વિવાદ સર્જાયા છે. સિવિલના કેમ્પસમાં આવેલી ૧ર૦૦ બેડની હોસ્પિટલના બેઝમેન્ટમાં જે મેડિકલના સાધનો ખડકી દેવામાં આવ્યા છે
તે મામલે હજુ કોઈ તપાસ નથી થઈ તેમજ હોસ્પિટલના કેટલાક માળે સ્ટીલના બાંકડાનો ઢગલો જાેવા મળી રહ્યો છે. આ બાંકડા નવાનક્કોર છે પરંતુ તેની હાલત હાલ કબાડીથી પણ બદતર થઈ ગઈ છે. જાે આ બાંકડાને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે તો ઘણાં દર્દીના સગા તેના પર બેસીને આરામ કરી શકે તેમ છે.
કોરોના વાઈરસના કારણે આખા દેશમાં મોતનું તાંડવ સર્જાતા લાખો લો કોના મોત થયા હતા. કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ હતી. જેમાં મોતનો આંકડો સૌથી વધુ જાેવા મળ્યો હતો. બીજી લહેરમં શહેરની તમામ હોસ્પિટલ હાઉસ્ફૂલ હતી.
જેના કારણે દર્દીને સારવાર લેવા માટે પણ વેઈટિંગમાં ઊભા રહેવું પડતું હતું. કોરોનાકાળ દરમિયાન સૌથી વધુ દર્દીની સારવાર કરી હોય તો તે સિવિલ હોસ્પિટલના કેમ્પસમં આવેલી ૧ર૦૦ બેડની હોસ્પિટલ હતી.
૧ર૦૦ બેડની હોસ્પિટલમાં દર્દીની સંખ્યા વધતાં સત્તાધીશો દ્વારા મેડિકલ સાધનો વધુને વધુ ખરીદવાની ફરજ પડી હતી. સ્ટ્રેચર, બેડ, વ્હીલચેર સહિતના સાધનો કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયા હતા. આ સિવાય સ્ટીલના બાંકડા પણ ખરીદાયા હતા. જેમાં લોકો બેસીને આરામ કરતા હતા.
આજે ૧ર૦૦ બેડની હોસ્પિટલમાં કેટલાક માળ પર સ્ટીલના બાંકડાનો ઢગલો કરી દેવામાં આવ્યો છે. જાે કે આ બાંકડાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો દર્દીના સગાંને રાહત થાય તેમ છે.