Western Times News

Gujarati News

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના જીતેલા ધારાસભ્ય જાહેરમાં પોતાનું મોં કાળું કરી ફરશે

(એજન્સી)ભોપાલ, કોંગ્રેસના નવા ચુંટાયેલા અને ચર્ચિત ધારાસભ્ય ફુલ સિંહ બરૈયા મધ્યપ્રદેશની (MLA FulSingh Baraiya Madhya Pradesh)  ચૂંટણીમાં જીતી જવા છતાં મોટી મુશ્કેલીમાં મૂકાયા છે. હવે તેમણે મોં કાળું કરવાનો વારો આવ્યો છે. ઘટના કંઇક એવી છે કે તેમણે ચૂંટણી પહેલાં ચેલેન્જ આપી હતી કે ભાજપને મધ્યપ્રદેશમાં ૫૦ જેટલી બેઠક પણ નહીં મળે અને જા આવું થશે તો તેઓ જાહેરમાં પોતાનું મોં કાળું કરશે.

જાકે આ ચેલેન્જ ફેલ થઈ જતાં તેમણે હવે પોતાનું મોં કાળું કરવું પડશે. અગાઉ તેઓ બસપના પ્રદેશ અધ્યક્ષ હતા અને હવે લાંબા સમયથી તેઓ કોંગ્રેસ સાથે જાડાયેલા છે. આ વખતે તેઓ ચૂંટણી લડી રહ્યા હતા અને ભાંડેર સીટથી ચૂંટણી જીતી પણ ગયા. જાકે ભાજપની આંધીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો. જાકે બરૈયાના જીતવા છતાં તેમની ચેલેન્જ ફેલ ગઈ અને હવે મોં કાળું કરવાનો વારો આવ્યો છે.

હવે બરૈયા આ ચેલેન્જ પૂરી કરવા એકલામાં કે પોતાના ઘરે મોં કાળું નહીં કરે. તેઓ જાહેરમાં પોતાનુ મોં કાળું કરશે. તેમણે તેના માટે સમય પણ જણાવી દીધો છે. કોંગ્રેસ ધારાસભ્ય ફુલ સિંહ ૭ ડિસેમ્બરે બપોરે ૨ વાગ્યે ભોપાલમાં રાજભવન સામે પોતાના મોં પર કાળો કૂચડો ફેરવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે ચેલેન્જ આપી હતી કે ભાજપને રાજ્યમાં ૫૦થી વધુ પણ સીટો નહીં મળે.

ફૂલ સિંહે બરૈયાએ આ મામલે કહ્યું કે હું મારા નિવેદન પર અડગ છું. હું ભાજપનો નેતા નથી જે મારી વાતથી ફરી જઉં. બરૈયાએ કહ્યું કે લોકશાહી બચાવવા માટે હું લોહીથી મારો ચહેરો પણ લાલ કરી શકું છું. અમને બેલેટ પેપરમાં ૯૦ ટકા મત મળ્યા છે. ઈવીએમમાં?હારી ગયા. ભાજપે ચૂંટણીને મત અને નોટોનો મુદ્દો બનાવી દીધો. અમને ઈફસ્ પર વિશ્વાસ નથી. હારનું કારણ ઈવીએમ છે. નરોત્તમ મિશ્રાએ પેટાચૂંટણીમાં મને ગાળો આપીને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હતું તેથી હું તેમને ચૂંટણીમાં હરાવવા મક્કમ હતોપ અને મેં તેમને ચૂંટણીમાં પરાજિત કર્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.