દેવગઢ બારીયા નગરના કોંગ્રેસ પાર્ટી પ્રમુખ પાણી ભરેલા ખાડામાં બેઠા
દેવગઢ બારીયા નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે બન્યો ખખડધજ-તંત્ર દ્વારા રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ
(પ્રતિનિધિ)દેવગઢ બારીયા, દેવગઢ બારીયા નગરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે રસ્તો બન્યો ખખડધજ રસ્તામાં બસ મસમોટા ખાડા વરસાદી પાણી ભરાતા અનેક અકસ્માત અને અનેક રજૂઆત છતાં તંત્ર ઠેરનું ઠેર. શહેર કોંગ્રેસ પ્રમુખ રસ્તાની કામગીરી હાથ ધરવાતી મૌન સાથે પાણી ભરેલા ખાડામાં બેસતા પોલીસ તંત્ર દોડતું થયું પોલીસે પ્રમુખને ડીટેઇન કરી છોડી મૂક્યા.
દેવગઢ બારીયા નગરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે રસ્તો વર્ષો પહેલા બન્યો ત્યારથી આ રસ્તો સતત વિવાદમાં રહ્યો છે અને તે પછી આ સ્ટેટ હાઇવેનો રસ્તો દિવસે ને દિવસે તૂટતો જતા આ હાઈવે રસ્તો ખખડધજ બનવા પામ્યો છે. જેને લઇ
આ રસ્તો ઉપર મસ્ મોટા ખાડા પડી જતા જાણે રસ્તો ગાડાચિલા સમાન બનવા પામ્યો છે.
ત્યારે આ રસ્તાને લઈ સ્થાનિક લોકોથી લઈ અનેક નેતાઓ દ્વારા રજૂઆતો કરવા છતાં પણ જાણે આ હાઈવે રસ્તાની કોઈ જવાબદાર અધિકારી કે પછી તેનો કોઈ રણીધણી ન હોઈ તેમ આ રસ્તાની કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા લોકો રસ્તાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ત્યારે દેવગઢબારિયા કોંગ્રેસ શહેર પ્રમુખ અમાસ મોટા પડેલા ખાડા જેમાં પાણી ભરાઈ ગયેલામાં બેસી જઈ તંત્રનો વિરોધ દર્શાવ્યો હતો અને આ કોંગ્રેસ શહેર પ્રમુખ પાણી ભરેલા ખાડામાં બેસતા અનેક વાહન ચાલકો જાણે સમર્થનમાં આવ્યા હોય તેમ જાેઈ રહ્યું હતું
ત્યારે આ શહેર પ્રમુખ ખાડામાં બેસતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે કલાકથી વધુ સમય બેઠેલા આ શહેર પાર્ટી પ્રમુખને દેવગઢબારિયા પોલીસમાં થઈ કે લઈ જવાયો હતો ત્યારે આ શહેર પ્રમુખ આ રસ્તો નું સમારકામ કરવામાં નહીં આવે તો આ ખાડાઓને લઈ ફરી ગાંધી ચીંધ્યા માર્ગે વતી ચીમકી ઉચ્ચારી છે.