કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણી સપ્ટેમ્બર-૨૦૨૨માં યોજાશે

નવીદિલ્હી, કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણી એક વર્ષ બાદ એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૨માં યોજાશે અને ત્યાં સુધી સોનિયા ગાંધી જ કાર્યકારી અધ્યક્ષ પદે ચાલુ રહે તેવી શક્યતા છે.
આજે કોંગ્રેસ વર્કિંગ કમિટિની યોજાયેલી બેઠકની વચ્ચે પાર્ટીના સૂત્રોએ ઉપરોક્ત જાણકારી આપી છે. જાેકે આ પહેલા બેઠક બોલાવવાની માંગ કરનારા કપિલ સિબ્બલ પોતે બેઠકમાં હાજર રહ્યા નથી.
The Congress presidential election will be held in September 2022
બીજી તરફ સોનિયા ગાંધીએ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે, હું ફુલ ટાઈમ અધ્યક્ષની જેમ જ કામ કરી રહી છું. સોનિયા આ નિવેદન કપિલ સિબ્બલે અગાઉ પૂછેલા સવાલના જવાબમાં આપ્યુ છે. જેમાં સિબ્બલે પૂછ્યુ હતુ કે, પાર્ટીમાં અધ્યક્ષ કોણ છે?
ઉલ્લેખનીય છે કે, પાર્ટીના નેતાઓનુ એક જૂથ રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ કરી રહ્યુ છે પણ હવે પાર્ટી અધ્યક્ષની ચૂંટણીને એક વર્ષ સુધી ટાળી દેવામાં આવી છે.HS1MS