મહાત્મા ગાંધીની દિર્ઘદ્રષ્ટિ, સરદાર પટેલની દિવ્ય દ્રષ્ટિ અને નહેરૂની ઉદાર દ્રષ્ટિએ કોંગ્રેસને મજબુત કરી હતી !!

કોંગ્રેસે સરળ અને સાદગીભર્યુ જીવન જીવતા માનવી લાલ બહાદુર શાસ્ત્રીને દેશનું સુકાન સોંપ્યું હતુ
કોંગ્રેસનું એપ્રિલમાં મહામનોમંથન અને આત્મચિંતન કોંગ્રેસમાં પ્રાણ પુરી શકશે ?!જયારે ગુજરાતનું સુકાન બહુમુખી પ્રતિભા અને પ્રજાકીય વિશ્વાસ ઘરાવતા કર્મયોગીને સોંપાશે ?!
તસ્વીર ડાબી બાજુથી એ નેતાઓની છે ! જેમણે કોંગ્રેસની વિચાર ધારા અને દેશના બંધારણવાદની ભાવનામાં પ્રાણ પુર્યા છે ! અને દેશને સાદગીનો અને જય જવાન – જય કિશાનનો સંદેશો આપ્યો છે ! ડાબી બાજુની એ તસ્વીર છે ! જેમાં કોંગ્રેસે એ સરળ અને સાદગીભર્યુ જીવન જીવતા માનવી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને દેશનું સુકાન સોંપ્યું હતુ ! તેમણે કોંગ્રેસનો ડંકો વગાડયો હતો ! The Congress was strengthened by the foresight of Mahatma Gandhi, the divine vision of Sardar Patel, and the liberal vision of Nehru!!
પહેલ ભારતીય મતદારો નેતાઓના અંતરઆત્માને ઓળખી મતદાન કરતા માટે શ્રી લાલબહાદુર શાસ્ત્રી જેવા સરળ નેતા ચૂંટાયા હતાં ! બીજી તસ્વીર ભારતના પ્રગતિશીલ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની છે ! તેમણે તા. ૩૧-૧૦-૧૯૮૪ ના રોજ શ્રીમતી ઈÂન્દરા ગાંધીની શહીદી બાદ કોંગ્રેસે રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવ્યા ! અને દેશમાં કોમ્પ્યુટર, મોબાઈલ યુગનો પ્રારંભ થયો !
આધુનિક ભારતના નકશીગાર બન્યા પણ તેઓ આંતકવાદીઓના હાથે શહીદી વહોરી કોંગ્રેસને બેઠી કરવામાં અને મજબુત કરવામાં તેમનો મોટો ફાળો હતો ! ચોથી તસ્વીર ર્ડા. મનમોહન સિંધની છે. કોંગ્રેસનું એક બુÂધ્ધજીવી શાંત પ્રકૃતિના વડાપ્રધાન તરીકે કોંગ્રેસનું શાસન ટકાવી રાખ્યું ! પણ તેઓ ચાલાક અને ચબરાક જુઠ્ઠા રાજકીય નેતા નહોતા ! અને તેઓને વાણી વિલાસ કરતા આવડતો નહોતો ! તેથી તેઓ કોંગ્રેસને વધુ મજબુત કરી શકયા નહીં !
પાંચમી તસ્વીર શ્રીમતી સાનિયા ગાંધીની છે ! તેઓ ઈટાલિયન કુળના સ્ત્રી હતાં પરંતુ “પ્રેમ” એક ભારતીયને કર્યાે હતો ! માટે પ્રજા તેમને ચૂંટણીમાં દેશની “વહુ” ને જીતાડતા હતાં ! પણ સત્તાના ચક્રવ્યુહથી દુર રહ્યા હતાં ! કારણ કે સાસુ અને પતિની શહીદી જોઈ હતી ! અને બાળકો નાના હતાં છતાં કોંગ્રેસને મજબુત કરવા તેઓ રાજકારણમાં આવ્યા છે !
હવે ગુજરાતથી કોગ્રેસને મજબુત કરવાના ધ્યેય સાથે એપ્રિલ, ૨૦૨૫ માં કોંગ્રેસ અધિવેશન યોજાવા જઈ રહ્યો છે ! રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી જેવા સરળ સ્વભાવના મજબુત મનોબળ વાળા નેતા છે ! પણ પ્રિયંકા ગાંધીમાં રાજકીય મુત્સદ્દીગીરી તેમના દાદી શ્રીમતી ઈÂન્દરા ગાંધી જેવી છે ! તેઓ ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ હાથમાં લે અને ચૂંટણી દરમ્યાન ગુજરાતની જવાબદારી તેમને સોંપાય અને મજબુત પાટીદાર નેતાને ગુજરાતનું સુકાન સોંપાય અને ઓ.બી.સી. નેતૃત્વને પ્રમુખ પદ સોંપાય તો ગુજરાતમાં કોંગ્રેસ માટે નીરાશ થવા જેવું નહીં હોય !
બહુમુખી પ્રતિભા વાળા મજબુત નેતૃત્વની ગુજરાતમાં કોંગ્રેસને જરૂરી છે જે કોંગ્રેસને એક રાખી શકે ! અને ભવિષ્યના મુખ્યમંત્રી તરીકે લોકોને ભરોસો પડે એવા નેતૃત્વની કોંગ્રેસને જરૂર છે ! કારણ કે મજબુત વિરોધ પક્ષ વગર પ્રજા પાંગળી છે ! અને સુકાની મજબુત હશે તો કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં આવી શકે !
અને દરેક તાલુકા અને જીલ્લા વાઈઝ પ્રતિભાશાળી પ્રજામાં લોકપ્રિય અને ભરોસા પાત્ર નેતાઓની નિયુક્તિ કરવી જોઈએ ! જોઈએ કોંગ્રેસ અધિવેશનમાં વૈચારિક સમુદ્ર મંથન કરી શું તારવા કાઢે છે ????! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
ભારતનું બંધારણ શું છે ?! બિનસાંપ્રદાયિકતા એટલે શું ?! અને રાજકીય નૈતિકતા વગર ગુજરાતના પ્રશ્નો હલ થઈ શકશે નહીં તે માટે યુવાનોને જાગૃત કરી કામે કોંગ્રેસ નહીં લગાડે ત્યાં સુધી મજબુત પરિણામ મેળવવું અઘરૂં છે ?!
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે, ‘શ્રધ્ધા ગુમાવવી એટલે લડાઈ હારી જવી’!! જયારે ફ્રાન્સના રાજકીય સમ્રાટ નેપોલિયન બોનાપોર્ટેે કહ્યું છે કે, ‘તમારો શત્રુ ગફલત કરી રહ્યો હોય ત્યારે તેને ખલેલ ન પહોંચાડો’!! ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસનું એપ્રિલમાં અધિવેશન મળી રહ્યું છે !
કોંગ્રેસે-૨૦૨૪ ની ચૂંટણીમાં લોકસભામાં પોતાનો ગ્રાફ સુધારવામાં કામિયાબ થઈ પણ ગુજરાતમાં તે સારો દેખાવ કરી શકી નથી ?! તેનું ચિંતન અને મનોમંથન અનુભવી, વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓએ શરૂ કર્યું છે ! શ્રી રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ, મÂલ્લકાઅર્જુન ખડકે, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ ગુજરાતના અમદાવાદના રીવરફ્રન્ટ ઉપર કોંગ્રેસ – ભા.જ.પ. સામે ફ્રન્ટનું આયોજન કર્યું છે !
કોંગ્રેસની એ ચિંતા છે કે, ગુજરાતમાં મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર, ગુન્હાખોરી અને રાજકીય નૈતિકતાનું અધ્યયન થયું છે છતાં ગાંધી અને સરદારના ગુજરાતમાં પ્રજાનો આત્મા જાગતો નથી ?! તેનું મનોમંથન થવા જઈ રહ્યું છે ! કોંગ્રેસના અનુભવીઅને કાબેલ નેતાઓ આ હકીકતનું સંશોધન કરીને કોને જવાબદારી સોંપે છે એ જોવાનું રહ્યું છે ?!
કોંગ્રેસે મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરૂ, અબુલ કલામ આઝાદ, ર્ડા. રાજેન્દ્ર પ્રસાદ, ર્ડા. ભીમરાવ આંબેડકરે દેશનું સુકાન સંભાળ્યું ત્યારે રાજકારણમાં નૈતિકતા અને દેશના ત્રિરંગાની શાન જાળવવા માટે સત્તાનો ઉપયોગ થયેલો માટે કોંગ્રેસના મૂળીયા ઉંડા હતાં !!
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, “પરમેશ્વરે આપણને જીવન અને સ્વતંત્રતા બન્ને સાથે જ આપ્યા છે”!! જયારે બ્રિટીશ વડાપ્રધાન અને લેખક બીન્જામીન ડીઝરાયલીએ કહ્યું છે કે, “સત્તાધીશની એક ફરજ હોય છે પ્રજાના સામાજીક કલ્યાણનું જતન કરે”!! આઝાદીની લડાઈ મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ લડાઈ અને સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરૂ, અબુલ કલામ આઝાદ,
ર્ડા. રાજેન્દ્રપ્રસાદ, ર્ડા. ભીમરાવ આંબેડકર સહિત બધાં જ બ્રિટીશ સલ્તનતને પડકારી આઝાદીના પ્રતિક સમા ત્રિરંગાની શાન વધારી કોંગ્રેસના નેતાઓએ નૈતિકતા, સાદાઈ અને હિંમતથી દેશના લોકોને જાગૃત કરી આઝાદી અપાવી ! અને દેશનું સુકાન પણ ગાંધીજીએ દરેકને સોંપ્યુ ! કાઈ આંતરિક સ્પર્ધા નહોતી ! સત્તા માટેનીલડાઈ નહોતી ! સત્તાના ત્યાગની લડાઈ એટલે કોંગ્રેસ !
સરદાર પટેલે રાજકીય નૈતિકતા, રાજકીય હિંમત, મૂલ્યો અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે કોંગ્રેસના મૂલ્યનિષ્ઠા અને સાદગીની સુહાસ ફેલાવી કોંગ્રેસના સેનાપતિ તરીકે કામ કર્યું ?!
કોંગ્રેસની શરૂઆત ૧૮૮૫ માં એ. ઓ. હ્યુમન નામના અંગ્રેજના પ્રમુખ પદ નીચે શરૂ થઈ હતી. ડબલ્યુ સી. બેનરજીના અધ્યક્ષ પદે ૨૮ થી ૩૦ ડિસેમ્બર, ૧૮૮૫ ના રોજ મુંબઈમાં પ્રથમ બેઠક મળી હતી અને કોંગ્રેસે ૧૯૦૬ ની બેઠકમાં પોતાના લક્ષ તરીકે “સ્વરાજય” ! આઝાદીની ઘોષણા કરી હતી ! ૧૯૨૯ માં લાહોરમાં રવી નદીના કાંઠે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજયનો ઠરાવ પસાર થયો
ત્યારે આ ઠરાવ સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પસાર થાય તો તમે એ પદ સ્વીકારશે ?! ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે, “હું આ લડતમાં ગાંધીજીનો સૈનિક છું”! સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરૂ બન્ને ગાંધીજીના એવા ફોલોવર્સ હતાં કે બન્ને ગાંધીજી કહે એટલું જ કરતા હતાં એટલે “કોંગ્રેસમાં સત્તા માટેની લડાઈ હતી જ નહીં”! કયારેક સરદાર વલ્લભભાઈ પટેલ વાસ્તવિકતાને અપનાવી કોંગ્રેસને ૧૯૪૬ માં મજબુત કરી હતી !
ગાંધીજી, સરદાર વલ્લલભભાઈ પટેલને નાના ભાઈ અને પંડિત જવાહરલાલ નહેરૂને પુત્ર માનતા હતાં ! માટે ગાંધીજીની વાત સરદાર પટેલ કે પંડિત જવાહરલાલ નહેરૂ માન્ય રાખતા હતાં ! કોંગ્રેસે આ રીતે શરૂઆત કરી હતી !!
સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીની ગોડસેના હાથે થયેલી હત્યાથી ખીન્ન હતાં ! એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે, “કોમવાદ માત્ર વિનાશક જ છે ! એનાથી ભય, અવિશ્વાસ અને ત્રાસનું વાતાવરણ પેદા થાય છે એવું દેશના ગૃહમંત્રી તરીકે તેમણે હિન્દુ મહાસભાના પ્રતિનિધિ મંડળીને કહેલું”! અને હિન્દ મહાસભાના નેતાઓને કહેલું તેમ કોંગ્રેસમાં જોડાઈ જાઓ ! શાંતિ સ્થાપવામાં કોંગ્રેસને સહયોગ આપો !
દેશનું હિત શેમાં છે એ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જોતાં ! સસ્તી પ્રસિÂધ્ધ માટે કે સત્તા માટે કોઈ દિવસ તેમણે દેશની એકતા અને અખંડિતતાને, બંધારણીય બિનસાંપ્રદાયિકતાને ખતરામાં મુકલી નહીં ! આ દેશના “સરદાર” હતાં ! આવા કોંગ્રેસી હતાં ! “સરદાર”!!!
પંડિત જવાહરલાલ નહેરૂને સરદાર વલ્લભભાઈ પટેલ ન મળ્યા હોત અને સરદાર વલ્લભભાઈ પટેલને પંડિત જવાહરલાલ નહેરૂ ના મળ્યા હોત તો કોંગ્રેસ મજબુત ન થઈ શકી હોત ?!
મહાત્મા ગાંધીએ વર્ષ ૧૯૧૭ માં ભારતના લોકોના હાથમાં બહિષ્કારનું શસ્ત્ર આપ્યું ! અને પંડિત જવાહરલાલ નહેરૂ તેમાં જોડાયા પંડિત જવાહરલાલ નહેરૂએ પરદેશી માલનો બહિષ્કાર કરવાની ચળવળ શરૂ કરી ! બ્રિટીશ સરકારે તેમને જેલમાં પુર્યા ! વર્ષ ૧૯૨૩ માં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મંત્ર તરીકે ચૂંટાયા હતાં ! પંડિત જવાહરલાલ નહેરૂએ બ્રિટીશ જેલમાં ગયા ને લાઠી પણ ખાધી હતી !
૧ જાન્યુઆરી, ૧૯૩૧ ના દિવસે જવાહરલાલ નહેરૂના પત્ની કમલા નહેરૂની પણ ધરપકડ થયેલી ! ૧૦ મી સપ્ટેમ્બર, ૧૯૪૨ ના દિવસે અલ્હાબાદ ખાતે ઈન્દીરા ગાંધીની પણ ધરપકડ કરાઈ હતી ! આમ નહેરૂ ખાનદાન આઝાદીની લડાઈમાં એક થઈને લડયું હતું ! અને કોંગ્રેસને મજબુત કરી હતી ! વર્ષ ૧૯૫૩ માં કાશ્મીરની શેખ અબ્દુલ્લા સરકારને બરખાસ્ત કરી ! અબ્દુલ્લાની ધરપકડ કરાવી ! ટૂંકમાં પંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાં વહાણ રેતીમાં ચલાવી કોંગ્રેસને મજબુત કરી ! તેમનો સમાજવાદી વિચારા ધારા તરફ જોક હતો ! અને પ્રગતિશીલ અને સંવેદનશીલ કોંગ્રેસી વડાપ્રધાન તરીકે વર્ષ ૧૯૬૪ સુધી વડાપ્રધાન પદ સંભાળી ઉપલબ્ધ સાધનો સાથે દેશ ચલાવ્યો અને મુત્સદ્દી રાજનિતિ સાથે વિશ્વમાં ભારતને ઉભું કર્યું !!
આઝાદીની ચળવળમાં લડેલા જેલમાં ગયેલા બાળપણ સંઘર્ષમય જીવેલા શ્રીમતી ઈÂન્દરા ગાંધીએ ૧૯ જાન્યુઆરી ૧૯૬૬ માં ભારતના પ્રથમ મહિલા કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા બન્યા ! ૨૪ જાન્યુઆરી, ૧૯૬૬ માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા ! અને નિડરતાપૂર્વક નિર્ણયો કરીને પ્રજામાં કોંગ્રેસનો વિશ્વાસ મજબુત કર્યાે !!
ભારતના શહીદ વડાપ્રધાન શ્રીમતી ઈÂન્દરા ગાધીએ કહેલું કે, “હું હિંસક મોતને ભેટીશ, તો હિંસા મારા મૃત્યુમાં નહીં ભાડુતી મારનારાઓ વિચાર અને કૃત્યમાં હશે”!
તેમનું જીવન એ જ તેમનો રાષ્ટ્ર જોગ સંદેશો હતો ! શ્રીમતી ઈÂન્દરા ગાધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે કેટલાક નિર્ણયો મજબુત રીતે અને મકકમતાથી કરેલા જેને લઈને કોંગ્રેસ દેશભરમાં મજબુત થઈ હતી ! તા. ૧૦-૦૯-૧૯૪૨ માં આઝાદી માટે જેલમાં જનારા શ્રીમતી ઈÂન્દરા ગાંધી વર્ષ ૧૯૫૩ માં બાડુંગ પરિષદમાં હાજરી આપી હતી ! વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫ દરમ્યાન અમેરિકા, ચીન, ઈન્ડોનેશિયાની અને મલેશિયાની મુલાકાત પણ લીધી હતી !
તા. ૨૦-૦૯-૧૯૫૪ માં બાલકલ્યાણ કેન્દ્ર શરૂ કર્યું હતું ! વર્ષ ૧૯૬૬ માં ભરતના વડાપ્રધાન બન્યા ! વર્ષ ૧૯૬૯ માં આગળ પડતી ૨૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું ! રજવાડાઓના કાયમી સાલીયાણા નાબૂદ કર્યા ! વર્ષ ૧૯૭૦ માં યુનોની સિલ્વર જયુબીલી બેઠકમાં હાજરી આપી ! વર્ષ ૧૯૭૧ માં રશિયા સાથે મૈત્રી કરાર કરીને રાજકીય મુત્સદ્દીગીરી અને રાજકીય કુનેહનો પરિચય આપી પાકિસ્તાનના ટુકડા કરી નાંખ્યા ને મજુબર રહેમાનને બાંગલાદેશની સત્તા સોંપી !
કેટલાક કોંગ્રેસીઓની સલાહથી કટોકટી જાહેર કરવાની ભુલ કરીપણ ભુલ સમજાતા કટોકટી ઉઠાવી લીધી પણ તેની રાજકીય કિંમત ચૂકવવી પડી ! વર્ષ ૧૯૮૦ માં ફરી કોંગ્રેસને મજબુત કરી વડાપ્રધાન બન્યા ! હિંમતપૂર્વક પંજાબમાંથી આંતકવાદ ખતમ કર્યાે પણ શહીદી વહોરી ! આમ કોંગ્રેસને મજબુત નેતૃત્વ પુરૂ પાડીને કોંગ્રેસને મજબુત કરી !!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.