મુંબઈમાં BKC અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન માટે ટનલનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ દ્વારા આશરે ૩.૩ કિમીની ટનલ તૈયાર થશે
(એજન્સી)અમદાવાદ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘનસોલી ખાતે એક ખાસ ટનલ તૈયાર થઈ રહી છે. ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ દ્વારા આશરે ૩.૩ કિમીની ટનલ તૈયાર થશે. મહારાષ્ટ્રમાં BKC અને શિલફાટા વચ્ચે ૨૧ કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે.
અત્યંત મહત્વાકાંક્ષી કહી શકાય તેવા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો આ ખૂબ જ મહત્વનો તબક્કો પાર પડ્યો છે. આ પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવેલી ટનલ અંડર સી હશે.
એડિટ એટલે કે એડિશનલી ડ્રિવન ઈન્ટરમિડિયરી ટનલ તરીકે ઓળખાતી આ ટનલ બાંધકામનું કામ ૬ મહિનાના સમયગાળામાં પુરુ કરવામાં આવ્યું છે. આ ટનલની લંબાઈ ૩૯૪ મીટર છે. ૨૧ કિલોમીટરની મુખ્ય ટનલના બાંધકામમાં આ ટનલ મદદરુપ થશે.
૨૧ કિલોમીટરમાંથી ૭ કિલોમીટરની ટનલ પણ અંડર સી એટલે કે સમુદ્રની અંદર બનાવવામાં આવશે, જ્યારે આખા પ્રોજેક્ટની કુલ લંબાઈ ૫૦૮.૧૮ કિલોમીટરની હશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘનસોલી ખાતે ૩૯૪ મીટરની આ ટનલનું ખોદકામ કરવામાં આવ્યું છે. તેનાથી મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચે ૨૧ કિલોમીટર લાંબી ટનલના નિર્માણ અંગે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ માહિતી આપી છે.
૨૬ મીટર ઊંડી ઢાળ ધરાવતી એડીઆઈઆઈટી નવી ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ મારફતે અંદાજે ૩.૩ કિલોમીટર લંબાઈ ધરાવતા બોગદાનું નિર્માણ કરવામાં આવશે. જેથી દરેક બાજુએથી અંદાજે ૧.૬ મીટર ટનલ બનાવવા માટે એક સાથે પ્રવેશ મળશે. આ અંતર્ગત ૨૧ કિમીનું ટનલ બનાવવાની કામગીરીમાંથી ૧૬ કિમી ટનલ બોરિંગ મશીન દ્વારા થાય છે. બાકીના ૫ કિમી ટનલના ખોદકામ એમએણસી દ્વારા થાય છે.
એડીઆઈઆઈટી માટે ખોદકામનું કામ ૬ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૯૪ મીટરની સંપૂર્ણ લંબાઈ છ મહિનાના ટૂંકા ગાળામાં ખોદકામ કરવામાં આવ્યું છે.