શહેરમાં બની રહેલી આ હોસ્પિટલનું બાંધકામ મ્યુનિ.એ અટકાવ્યું
(એજન્સી)અમદાવાદ, મણીનગર સ્વામીનારાયણ મંદીર પાસે આવેલી રમણ સોસાયટીની બાજુમાં જ હોસ્પિટલનું બાંધકામ ચાલી રહયું છે. ત્યારે બે બંગલાની દીવાલો તથા અન્ય ભાગમાં તિરાડો પડવાના મામલે મ્યુનિ.એ. તત્કાલ આ બાંધકામની રજા ચીઠ્ઠી સ્થગીત કરી દીધી છે.
સાથે તેના ઈજનેરોનું લાઈસન્સ પણ રદ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. મણીનગરમાં રમણ બંગલા તથા ધર્મન બંગલાની જગ્યામાં હોસ્પિટલ બની રહી હોવાથી ૪૦ ફુટનો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ ખોદકામથી બાજુમાં આવેલા બંગલાના ભોયતળીયાની જમીન તથા રસોડા, બાથરૂમમાં તિરાડો પડી ગઈ હતી.
આ જગ્યા ધ્રુજતાં રહીશો તત્કાલ બહાર દોડી આવ્યા હતા. રાત્રે ૧૧ વાગે બનેલી ઘટનાની મ્યુનિ.માં ફરીયાદ થઈ હતી. ગત રપમી જાન્યુઆરીએ પણ નીચેની જમીન ધસી જજવાનો બનાવ બન્યા બાદ તે સમયે બાંધકામ કરનારને ચેતવણી અપાઈ હતી.
જે બાદ મ્યુનિ.એ તત્કાલ રજા ચીઠ્ઠી અટકાવી દઈ આ બાંધકામ સાથે સંકળાયેલા ઈજનેરોના લાઈસન્સ સસ્પેન્ડ કરવા પણ ટીડીઓ વિભાગમાં ભલામણ કરવામાં આવી છે.