રાયપુર-ખાડીયાની પોળોમાં ચાલતાં ગોડાઉનોની તપાસ કોર્પોરેશન કરશે
સફાળું જાગેલું એએમસી હવે રહેણાંક વિસ્તારમાં ફટાકડા વિશે તપાસ કરશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ફટાકડાની દુકાનો અને અન્ય ગોડાઉનો તેમજ દુકાનોમાં બુધવારે સાંજે આગ લાગવાની ઘટના ઘટી હતી. આ ઘટનામાં દુકાનો અને ગોડાઉનો બળીને ખાખ થઈ ગયા હતા.
આ ઘટનામાં જાણવા જેવી બાબત એ છે કે, તંત્ર એ વાતથીઅજાણ જ છે કે, રહેણાંક વિસ્તારની આસપાસ આ રીતે ફટાકડાના ગોડાઉનો આવેલા છે. આ ગોડઉનમાં બનતી વસ્તુઓ કે, જે લોકોના જીવન માટે ખૂબ જ જાેખમી છે તે આવી રીતે રહેણાંક વિસ્તારોની પાસે કેવી વરીતે શકય બને ? ગઈકાલની ઘટના પછી તંત્ર ઉંઘમાંથી સફાળુ જાગ્યું છે.ને
આજે મળેલી સ્ટેન્ડીગ કમીટીમાં શહેરના કેટલા રહેણાંક વિસ્તારોની આસપાસ આ પ્રકારના ગોડાઉન છે તેની તપાસ હાથ ધરવાનું નકકી કર્યું છે. બીજી તરફ રાયપુર વિસ્તારમાં પોળોની અંદર ફટાકડાના ગોડાઉનો આવેલા હોવાનું સત્તાવાળા જાણતા હોવા છતાં તેવી રીતે મંજુરી આપવામાં આવી છે. તે તપાસ માંગી લે છે.
ઉલ્લેખનીય છે કે જયારે કોઈ મોટી ઘટના બને એટલે તંત્ર સફાયુ જાગે છે. અને એકાદ દિવસ પગલા લે છે. પછી લોકોમાં આક્રોશ શાત થાય એટલે તંત્ર દ્વારશા જુદા જુદા બહાના બતાવીને મંજુરી આપી દેતા હોય છે. શહેરના રહેણાંક વિસ્તારોમાં આવેલા ગેસના ગોડાઉન, ઓકિસજન રીફીલ પ્લાન્ટ તેમજ ફટાકડાના ગોડાઉનો હોય તો તે કેટલા છે ?
અને જાે આવા સ્થળો પર હોય તો તેને ત્યાંથી દુર કરવામાં આવે. જેનાથી જાે કોઈ આગઅકસ્માતની ઘટના બને તો કોઈ મોટી જાનહાની ન થાય અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા ૧૭૦ ફટાકડા વેચાણ માટેના લાયયસન્સ ઈશ્યુ કરવામાં આવ્યા છે. ફટાકડા સ્ટોરેજ કરવા માટેનું લાઈસન્સ પોલીસ દ્વારા આપવામાં આવતું નથી. પીઈએસઓ દ્વારા ફટાકડા સ્ટોરેજ માટેનું લાઈસન્સ આપવામાં આવે છે.