સૌથી મોંઘી બિયરની કિંમત પાંચ લાખ ડોલર
નવી દિલ્હી, અમે દુનિયાની સૌથી મોંઘી બિયર મોંઘી વાત કરી રહ્યા છીએ. તેની કિંમત એટલી વધારે છે કે એટલા પૈસામાં તમે દિલ્હીમાં એક બંગલો પણ ખરીદી શકો છો. તેમજ એટલા પૈસામાં તમને લગ્ઝરી ગાડીઓ પણ ખરીદી શકો છો. હવે આવીએ સૌથી મોંઘા બિયરના નામ પર. દુનિયાની સૌથી મોંઘી બિયરનું નામ છે ઑલસોપ્સ આર્ટિક એલે.
આ બિયર તમને દરેક આલ્કોહોલની દુકાન પર નહીં મળે. સૌથી મોંઘી બિયરની વાત કરીએ તો આ બિયરની કિંમત ૫ લાખ ડોલર છે. ભારતીય રુપિયામાં તેને કનવર્ટ કરવામાં આવે તો ૪ કરોડથી વધારે રુપિયા થઈ જશે. કહેવામાં આવે છે કે આ બિયર એટલા માટે મોંઘી છે કારણકે તે ૧૪૦ વર્ષ જૂની છે. તેને અત્યાર સુધી સંભાળીને રાખવામાં આવી છે. જાેકે, તેને અત્યાર સુધી કોઈ પી નથી શક્યું. તે ફક્ત સજાવવાના કામ આવી શકે છે. પીવાવાળી મોંઘી બિયરની વાત કરીએ તો તેમાં ટૉપ પર છે અન્ટાર્કટિક નેલ એલે છે. જે તમને મોટાભાગની દુકાનો પર જાેવા મળી શકે છે.
આ બિયરની કિંમતની વાત કરીએ તો તેની એક બોટલની કિંમત ૧ લાખ ૩૬ હજાર રુપિયાથી વધારે છે. વળી, બીજા નંબર પર બ્રૂડૉગ ધ એન્ડ ઑફ હિસ્ટ્રી બિયર છે. આ એક સ્કૉટિશ બિયર છે. તેની કિંમતની વાત કરીએ તો તે ૫૭ હજાર રુપિયાથી વધારે છે.SS1MS