Western Times News

Gujarati News

દેશે તો માનવતાવાદી નેતાઓ ગુમાવ્યા ને?! પછી એવા નેતા જન્મે છે ક્યાં?!

The country has lost humanitarian leaders, right?!

ધાર્મિક વૈચારિક કટ્ટરવાદી વિચારધારાને લઈને દેશમાં પ્રગતિશીલ નેતૃત્વની હત્યા થઈ છે ત્યારે વધુ એક નેતા ગુમાવવા પડે એ દેશને પરવડે નહીં! પ્રજા વિચારશે?!

મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને ફાંસી થઈ! ઇન્દિરા ના ત્રણ હત્યારા ને ફાંસી થઈ! રાજીવ ગાંધીની હત્યા કરનાર યુવતી એ સ્થળ પર જ જાન ગુમાવ્યો! 

તસવીર દેશના એવા નેતાઓની છે કે જેમની ધાર્મિકા કટ્ટરતાના ઓઠા હેઠળ હત્યા થઈ છે! ડાબી બાજુથી પ્રથમ તસવીર મહાત્મા ગાંધીની છે જેમની ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ની સમી સાંજે નવી દિલ્હી ખાતેના બિરલા ભવનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી! ૭૮ વર્ષના મહાત્મા ગાંધીની હત્યા મદનલાલ પટવા અને વિષ્ણુ રામકૃષ્ણ કરકરે કરી

તેમને આજીવન કેદ થઈ હતી જ્યારે નાથુરામ ગોડસે અને નારાયણ આપટે ને ફાસીની સજા થઈ હતી છે બીજી તસ્વીર ઇન્દિરા ગાંધી ની છે દેશના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ૧૯૮૪ માં ૩થી ૬ જુને આસ્થાના સૌથી મોટા મંદિરને આતંકવાદીઓના કબજા માંથી છોડાવવા ‘ઓપરેશન બ્લુ સ્ટાર’ દ્વારા ભારતીય સેનાએ લગભગ ૮૦૦ કટ્ટરવાદીઓ માર્યા ગયા એવું મનાય છે

અને ૨૦૦ સૈનિકો જાન ગુમાવ્યા મનાય છે આને લઈને ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ જેમાં ત્રણ આરોપીને ફાસી થઈ હતી તેમણે ઇન્દિરા ગાંધી ણી ર્નિમમ હત્યા કરી હતી ચાર આરોપી પૈકી એકને સુપ્રીમકોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હતો ત્રીજી તસવીર શ્રી રાજીવ ગાંધીની છે

તેમને શ્રીલંકામાં ચાલી રહેલા લીટ્ટે અને સિંહાલીઓ વચ્ચેના યુદ્ધમાં શાંતિ કરાવવા માટે રાજીવ ગાંધીએ ભારતીય શાંતિ સેના મોકલીને શાંતિ સ્થાપવાનો ઉમદા માનવીય પ્રયાસ કર્યો હતો તેને લઈને શ્રીલંકામાં સલામી પરેડના નિરીક્ષણ સમયે તેમની પર હુમલો તથા તેમનો આબાદ બચાવ થયો હતો

૨૧મી મે ૧૯૯૧ માં ૧૦ વાગ્યાના સુમારે એક મહિલા એમને મળવા સ્ટેજ સુધી પહોંચી અને પગે લાગતા આઈડીએક્સ નો વિસ્ફોટ થયો હતો જેમાં તેમના જીવનનો કરુણ અંત થયો હતો ત્યારબાદ કટરપંથીઓના બેફામ નિવેદનો ને લઈને અને દેશમાં માનવ સભ્યતાનો માહોલ, શાંતિનો માહોલ સતત દેશમાં બગડતો રહ્યો છે!

‘ધાર્મિક વિચારધારા’ઓ એ જ દેશમાં આતંકવાદ ઉભો કર્યો છે!! અને આજે તો કથિત બુદ્ધિજીવીઓ પણ તેમાં જાેડાતા જાેવા મળે છે! મને તેઓ ભડકાવ નિવેદનો ન કરે પણ વૈચારિક અંતિમવાદી નિવેદનો સમર્થન કરવું કે તેનો બચાવ કરવાથી પણ દેશનો માહોલ બગડી રહ્યો છે!! જાે આ સીલસીલો ચાલુ રહેશે

તો દેશના રાજકીય નેતાઓ પર આતંકી હુમલાનો ભય વધારે મજબૂત થશે! ચોથી તસવીર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે દેશના ગુપ્તચર ને મળેલી માહિતી મુજબ ‘પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા’ ની ઓફિસમાં મળેલા વાંધાજનક કથીત દસ્તાવેજાેમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની હત્યાનો પદાફાર્શ થયો છે

અને તેમાં હકીકત એ બહાર આવી છે કે પોલીસે પટનાના ફૂલવરી શરીફ વિસ્તારમાંથી મોહમ્મદ જલાલુદ્દીન જે ઝારખંડ પોલીસમાં અધિકારી હતો તેની ધરપકડ કરી છે અને અન્તદર પરવેજ ણી ધરપકડ કરી છે તે સિમ્મીનો પૂર્વ કાર્યકર હતો ત્યારે હવે દેશના વધુ એક નેતા ગુમાવવા ન પડે તે માટે કોઈપણ ધાર્મિક કટ્ટરતા પર પ્રથમ તો સરકારે રોક લગાવવાની જરૂર છે

કારણ કે પટના પોલીસ અધિકારી માનવજીતસિંહ ઢીલોએ એવું ચક્કચાર ભર્યું નિવેદન અખબાર જાગ કરતા જણાવ્યું છે કે આ લોકો પીએફઆઈ ફિઝિકલ એજ્યુકેશનના નામે તેમના યુવાનોને બોલાવી તાલીમ આપી રહ્યા હતા અને પોતાનો એજન્ડા અને પ્રોપ્ગેન્ડા ના માધ્યમથી યુવાનોનું બ્રેન વોશ કરવાનું કરતા હતા

જાેકે પોલીસ અધિકારીના નિવેદનથી કેટલાક નેતાઓ નારાજ થયા હોવાનું પણ જાણવા મળેલ છે નીચેની તસવીર ડાબી બાજુથી પટલાના પોલીસ અધિકારી શ્રી માનવજીતસિંહ ઢીલ્લો ની છે તો બીજી તરફ ભારતની સુપ્રીમકોર્ટની છે ડાબી બાજુથી ઈનસેટ તસવીર ભારતની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી રમના અને બીજી તરફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ નીછે

ત્રીજી તસવીર જસ્ટીસ શ્રી જે.બી પારડીવાલાની છે જે હોય તાજેતરમાં જ દેશનો પ્રથમ પવિત્ર ગ્રંથ બંધારણ બને છે અને દેશમાં ન્યાયતંત્ર એ નિષ્ફળતાથી નીકળતા થી કાયદાના શાસન પર ભાર મૂક્યો છે ‘કાયદાનું શાસન’ એટલે કાયદા દ્વારા ચાલતી સરકાર નહીં ‘દેશના બંધારણ દ્વારા ચાલતી સરકાર’! દેશના નેતાઓની સુરક્ષા કરવા માટે દેશમાં બંધારણ દ્વારા ચાલતી સરકાર બનાવો. (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા કરિશ્મા ઠાકોર દ્વારા)

વાસ્તવિક ધર્મ એ છે જે પોતાને સારી ન લાગતી વાતો બીજા સાથે ના કહે – વેદ વ્યાસ

જાેન વેબસટર નામના વિચારે કહ્યું છે કે ‘‘આ દુનિયામાં પહેલું વહેલું લોહી રેડાયું તે ધર્મને નામે‘‘!! જ્યારે વેદવ્યાસે કહ્યું છે કે ‘‘વાસ્તવિક ઘરમાં એ છે કે જે વાતો મનુષ્યને પોતાને સારી ન લાગે તેવી વાતો બીજાઓ સાથે હરગીઝ ના કરે’’!! ભારતમાં ધાર્મિકકટ્ટરતા ને લઈને રાજકીય હત્યાઓ થતી રહી છે

પરંતુ ભારતના કટરવાદી રાજકીય નેતાઓ. ભારતના કટ્ટરપંથી. ધાર્મિક આગેવાનો અને ભારતના ધર્મજનો વાદી સામાજિક કાર્યકરો આ સમજતા નથી?! પરિણામે ભારતના અનેક નેતાઓ આ જનુનવાદી વિચારધારામાં અનેક નેતાઓ અમાઈ ગયા છે અને હવે પોપ્યુલર પ્લાન્ટ ઓફ ઇન્ડિયા સામે તપાસ ચાલુ છે

અને તેમાં રાજ્ય સરકારના પોલીસ દળના અધિકારી હોવાની હકીકત અત્યંત ગંભીર અને ચોકાવનારી છે ત્યારે કહેવું પડે છે કે દેશમાં ‘ધાર્મિક વર્ગવિગ્રહ’ અને ‘ધાર્મિક કટ્ટરતા’પર રોક લગાવો કારણ કે દેશે અનેક સારા નેતાઓ ગુમાવ્યા છે પણ દેશના કેટલાક લોકો હજુ સુધર્યા નથી?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.