૨૦૨૩-૨૪માં દેશની અર્થવ્યવસ્થામાં ૭.૩ ટકાના દરે વૃદ્ધિનું અનુમાન
નવી દિલ્હી, સરકારે જીડીપી બાબતે આગોતરા અંદાજ જાહેર કર્યા છે. જેમાં અનુમાન લગાવ્યા છે કે દેશ અર્થવ્યવસ્થામાં ભવિષ્યમાં પણ વૃદ્ધિ કરતો રહેશે જ. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (સીએસઓ) એ શુક્રવારે વાર્ષિક જીડીપી વૃદ્ધિનો પ્રથમ એડવાન્સ અંદાજ જાહેર કર્યો હતો.
આ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં દેશની અર્થવ્યવસ્થા ૭.૩ ટકાના દરે વૃદ્ધિ કરશે. જીડીપીનો એડવાન્સ અંદાજ ડેટા જાહેર કરતા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે જણાવ્યું હતું કે દેશની જીડીપી ૨૦૨૩-૨૪માં રૂ. ૧૭૧.૭૯ લાખ કરોડ રહી શકે છે, જે ૨૦૨૨-૨૩માં રૂ. ૧૬૦.૬૬ લાખ કરોડ રૂ હતી. આનો અર્થ એ થયો કે વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીમાં ૭.૩ ટકાનો વૃદ્ધિ દર જાેવા મળશે, જે ૨૦૨૨-૨૩માં ૭.૨ ટકા જાેવા મળ્યો હતો.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે જીડીપીનો પ્રોવિઝનલ અંદાજ ૩૧ મે, ૨૦૨૩ ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ગત નાણાકીય વર્ષમાં તે ૭.૨ ટકા હતો. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં વર્તમાન કિંમતો પર જીડીપી રૂ. ૨૯૬.૫૮ લાખ કરોડ હોવાનો અંદાજ છે, જ્યારે ૩૧ મે, ૨૦૨૩ના રોજ જાહેર કરાયેલા વર્ષ ૨૦૨૨-૨૩ માટેના કામચલાઉ અંદાજ મુજબ, જીડીપી રૂ. ૨૭૨.૪૧ લાખ કરોડ હતી.
તાજેતરની નાણાકીય નીતિ સમીક્ષામાં, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ ૨૦૨૩-૨૪ માટે જીડીપી વૃદ્ધિ દર ૬.૫ ટકાથી વધારીને ૭ ટકા કર્યો હતો. હવે સરકારે દેશના જીડીપી ગ્રોથનો અંદાજ રિઝર્વ બેંક કરતા વધારે મુક્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાષ્ટ્રીય આવકનો પ્રથમ આગોતરો અંદાજ બહાર પાડતા, એનએસઓએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં, ૨૦૧૧-૧૨ના સ્થિર ભાવે વાસ્તવિક જીડીપી રૂ. ૧૭૧.૭૯ લાખ કરોડના સ્તરે પહોંચવાનો અંદાજ છે. SS2SS