ગુજરાતના ધોલેરામાં સ્થપાશે દેશનું પ્રથમ ચિપ ફેબ યુનિટ
મોદી સરકારે આપી સેમી કન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી
(એજન્સી)અમદાવાદ, પીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેને લઈને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને રેલવે મિનિસ્ટર અશ્વિણી વૈષ્ણવે કેબિનેટ બ્રીફિંગ મીટીંગમાં આ અંગેની માહિતી પુરી પાડી હતી.
પીએેમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેને લઈને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને રેલવે મિનિસ્ટર અશ્વિણી વૈષ્ણવે કેબિનેટ બ્રીફિંગ મીટીંગમાં આ અંગેની માહિતી પુરી પાડી હતી.
પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાને આજે મંજૂરી આપવામાં આવી છે. ૧ કરોડ ઘરોને ૩૦૦ યુનિટ મફતમાં વિજળી મળશે. ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં ભારત મોટી છલાંગ લગાવી રહ્યો છે. જેમાં ૪૫ ગીગા વોટ રિન્યૂએબલ એનર્જીનું ઉત્પાદન થશે. આ સાથે સોલર યોજનાને લઈને પણ પીએમ મોદીએ જાહેરાત કરી હતી તેને પણ આજની બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે.
આ સાથે રેલવે મિનીસ્ટર અશ્વિણી વૈષ્ણવે પણ સેમી કન્ડક્ટર ફેબને અપ્રુવલની જાણકારી આપી છે. તેમણે કહ્યું હતુ કે આજની યોજાયેલી બેઠકમાં સેમી કન્ડક્ટર ફેબને અપ્રુવલ મળી ગયુ છે. ત્યારે આ નિર્ણય આત્મનિર્ભર ભારતના સંકલ્પની સૌથી મોટી સિદ્ધી છે. આ સાથે દેશની પહેલી કોમર્શીયલ ચીપ ટાટા અને તાઈવાનની બનશે જેના કોલોબ્રેશનથી ધોલેરામાં સૌથી પહેલી સેમી કન્ડક્ટર ફેબ બનાવવામાં આવશે.