Western Times News

Gujarati News

દેશનો GDP આગામી વર્ષે ૬.૫ ટકાના દરે ગ્રોથ કરશે

નવી દિલ્હી, દેશમાં આગામી નાણાકીય વર્ષ (૨૦૨૫-૨૬)માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગ્રોથ ૬.૫ ટકાથી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા ૬.૩ ટકાના દરે વધવાનો અંદાજ છે. મૂડીઝે બુધવારે જણાવ્યું હતું કે, સરકારી મૂડી ખર્ચમાં વધારો, કરવેરા અને વ્યાજદરમાં ઘટાડાથી વપરાશમાં વધારો થશે, પરિણામે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે.

બેન્કિંગ સેક્ટર માટે સ્થિર દૃષ્ટિકોણનો અંદાજ આપતાં મૂડીઝે જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય બેન્કોનું સંચાલન સાનુકૂળ રહેશે, હાલના વર્ષાેમાં નોંધાયેલા નોંધપાત્ર સુધારાઓના કારણે એસેટ ક્વોલિટીમાં નજીવો ઘટાડો જોવા મળશે.રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું હતું કે, ગેરેંટી વિનાની રિટેલ લોન, માઈક્રો ફાઈનાન્સ લોન અને નાના બિઝનેસ લોન પર અમુક પ્રેશર જોવા મળી શકે છે.

બેન્કોની નફાકારકતા જળવાઈ રહેશે. કારણકે, એનઆઈએમમાં નજીવો ઘટાડો થવાની સંભાવના છે. મૂડીઝે જણાવ્યું કે, ૨૦૨૪ના મધ્યમાં એક અસ્થાયી ઘટાડા બાદ ભારતનો આર્થિક ગ્રોથ ફરી ઝડપથી વધવાનો અંદાજ છે.

ભારત આ ગ્રોથ સાથે વૈશ્વિક સ્તર પર ઝડપથી વિકસતુ અર્થતંત્ર બનશે. સરકારી મૂડી ખર્ચ અને વપરાશમાં વધારો કરવા મધ્યમ વર્ગને કરવેરામાં રાહત અને નાણાકીય સુગમતા પ્રદાન કરવા ભારતનો રિઅલ જીડીપી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૬.૫ ટકાથી વધુ રહેશે.

ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ૬.૩ ટકા રહેવાનો અંદાજ છે.નાણા મંત્રાલયની આર્થિક સમીક્ષામાં, આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથ ૬.૩-૬.૮ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સત્તાવાર અનુમાન મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬.૫ ટકા રહેશે.

દેશનો રિઅલ જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૪ ત્રિમાસિકમાં ઘટી ૫.૬ ટકા થયો હતો, જે આગામી ત્રિમાસિકમાં વધીને ૬.૨ ટકા થયો હતો. મૂડીઝને અપેક્ષા છે કે ભારતનો સરેરાશ ફુગાવો ગયા વર્ષના ૪.૮ ટકાથી ઘટીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૪.૫ ટકા થશે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફુગાવાને અંકુશમાં લેવા માટે મે, ૨૦૨૨થી ફેબ્›આરી, ૨૦૨૩ સુધી વ્યાજના દરમાં ૨.૫૦ ટકાનો વધારો કર્યાે હતો. જો કે, ફુગાવામાં રાહત મળતાં આરબીઆઈએ ફેબ્›આરી ૨૦૨૫માં તેનો પોલિસી રેટ ૦.૨૫ ટકા ઘટાડીને ૬.૨૫ ટકા કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.