આધેડે બાળકી સાથે અડપલા કરતા કોર્ટે ફટકારી ૨૦ વર્ષની સજા
બનાસકાંઠા, દિયોદર સેશનકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. લાખણીના ખેરોલામાં ઘોડિયામાં સુતેલી બાળકીને અડપલાં કરનાર ૫૫ વર્ષના ખેતર માલિકને કોર્ટે ૨૦ વર્ષની સજા ફટકારી છે. એક વર્ષ અગાઉ ઘોડીયામાં સુઈ રહેલી બાળકીને ખેતર માલિકે અડપલા કર્યા હતા.
આરોપીએ ૧૩ મહિનાની બાળકીના ગુપ્ત ભાગે અડપલાં કરી ઈજાઓ પહોંચાડી હતી. આરોપી હીરા રબારીના વિરોધમાં આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. દિયોદર એડિશનલ સેશન કોર્ટે આરોપીને દોષિત ઠેરવી સમાજમાં દાખલારુપ ચુકાદો આપ્યો છે.
દુષ્કર્મ કરનાર નરાધમો સામે કોર્ટ દ્વારા આકરા પાણીએ સજા આપવામાં આવી રહી છે. વધુ એક બે વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હોવાનો હુકમ કર્યો છે. ગત નવેમ્બરમાં વિષુવ વિસ્તારમાં રોડ પર સૂતેલા શ્રમિક પરિવારની બે વર્ષની બાળકીનું અપહરણ કરીને ટ્રક ચાલકે દુષ્કર્મ કર્યું હતું.
જેમાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ધરપકડ કરી એક અઠવાડિયાની અંદર ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી દેવાતા કોર્ટ દ્વારા વધુ એક બળાત્કારીને આજે સજા ફટકારી છે.
નાની બાળકીઓ ઉપર સુરતમાં છેલ્લા મહિનાઓમાં થયેલા બળાત્કારને લઇ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કોર્ટ એક પછી એક દાખલા રૂપ સજાવો તમામને ફટકાવી રહી છે. હજુ ગયા અઠવાડિયે જ કતારગામમાં સાડા છ વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરના કેસમાં કોર્ટે નરાધમને ફાંસીની સજા સંભળાવી હતી ત્યારે આજે કોર્ટ દ્વારા વધુ એક નરાધમની સામે સજા ફટકારી.
સુરદીપ બાલકિશન નામના નરાધમને કોટે આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે જે રીતે બળાત્કારીઓને એક પછી એક સુરત કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી રહી છે તેને લઈ બળાત્કારીઓ સામે કોર્ટ દ્વારા શકંજાે કસવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.