ઈન્દિરા આવાસના રૂપિયા બારોબાર ચાંઉ કરી જનારને ઝઘડિયા કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી
ચાર આરોપી પૈકી બે આરોપીને ત્રણ ત્રણ વર્ષની સજા અને ત્રીસ ત્રીસ હજાર રૂપિયાનો દંડ તથા બે આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા
ભરૂચ, ઝઘડિયા તાલુકાના રતનપુર ગામની નીરૂબેન બાબુભાઈ વસાવા નામની મહિલાનું ઈન્દિરા આવાસના ૩૬૦૦૦ મંજૂર થયા હતા.તે પૈકી રતનપુર ગામના હૈદર બાદશાહ, ભૂરીબેન વસાવા, સુરેશચંદ્ર મંગળભાઈ વસાવા તથા મહેશ પાટણવાડીયા નામના ઇસમોએ ભેગા મળી
મંજુર થયેલ આવાસના રૂપિયા પૈકી ૨૦,૦૦૦ રૂપિયા બેંકમાં ખોટું ખાતું ખોલાવી ઉપાડી લીધા બદલ નીરૂબેનને ફરિયાદ દાખલ કરી હતી.જેમાં બે આરોપીને ત્રણ વર્ષની સજા થઈ છે અને બે આરોપીને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા છે.
બનાવની વિગત એવી છે કે નીરૂબેન બાબુભાઈ વસાવા રહે. રતનપુરના સરકાર તરફથી ઈન્દિરા આવાસ અને ૨૦૦૭-૦૮ માં મંજૂર થયેલ હતી.જે આવાસના સરકાર તરફથી રૂપિયા ૩૬,૦૦૦ મંજૂર થયેલા હોય જે નાણાં પૈકીના રૂપિયા ૨૦,૦૦૦ નો એકાઉન્ટ પે ચેક નીરૂબેન ના નામનો આવ્યો હતો.જે હૈદર બાદશાહ, ભૂરીબેન વસાવા, નાયબ હિસાબનીસ સુરેશચંદ્ર વસાવા અને મહેશ પાટણવાડીયા નાઓએ ગુનાહિત કાવતરૂ રચી
તમામ કાવતરામાં સામેલ થઈ હૈદર બાદશાહ તથા મહેશ પાટણવાડીયા નાઓ ઝઘડિયા તાલુકા પંચાયતની કચેરીમાં ડીઆરડી શાખામાં જઈ નાયબ હિસાબનીશ સુરેશચંદ્ર એમ વસાવા નાયબ હિસાબનીશને મળીને તેઓ પાસેથી આવાસના લાભાર્થી અને આ કેસના ફરિયાદી નીરૂબેન નો ચેક રૂપિયા ૨૦,૦૦૦ નો માંગણી કરતા નાયબ હિસાબનીસ સુરેશચંદ્રએ પોતાની કસ્ટડીમાં ફરિયાદી બાઈનો ચેક રાખેલ હોય
તે ચેક ફરિયાદી નીરૂબેન ની ગેરહાજરીમાં હૈદર સુલેમાન બાદશાહને અનઅધિકૃત રીતે આપી સરકારી રેકર્ડ ઉપર પોતાની હાજરીમાં ફરિયાદીની ઓળખાણમાં હૈદર બાદશાહની સહી લઈ? નીરૂબેનની જગ્યાએ આરોપી હૈદર સુલેમાનનો અંગૂઠો કરાવી સુરેશચંદ્ર એ પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવી ગુનાહિત કૃત્ય આંચરી ફરિયાદી નિરૂબેનની ગેરહાજરીમાં રૂપિયા ૨૦,૦૦૦નો ચેક આરોપી
હૈદર સુલેમાન તથા મહેશ પાટણવાડીયાઓને આપી દીધેલ હતો?.વધુમાં જે ચેક આરોપીઓ હૈદર બાદશાહ તથા ભુરીબેન નાઓ એ અવિધા ભરૂચ ડીસ્ટ્રીક બેંકમાં ફરિયાદી નીરૂબેનની ખોટી ઓળખાણ આપી નીરૂબેનના નામનું બેંકમાં બોગસ ખાતું ખોલાવી ફરિયાદી વાસ્તવમાં અભણ હોય અંગુઠાનો નિશાન કરતી હોય છતાં તેમના નામની બનાવટી સહી ભુરીબેને કરી તેમજ ફરિયાદીનો રેશનકાર્ડનો ખોટો ઉપયોગ કરી બેંકમાં ખાતું ખોલવા માટે ખોટી ઓળખાણ આપી ખાતું
ખોલાવી ફરિયાદીની ઈન્દિરા આવાસના સરકાર તરફથી મળતા સહાયના રૂપિયા ૨૦,૦૦૦ નો ચેક બેંકમાં જમા કરાવી ફરિયાદી નીરૂબેન ના નામની ખોટી સહી કરી નાણાંનો ઉપાડ કરી આરોપીએ ગુનાહિત કાવતરૂ પાર પાડી એકબીજાની મદદગારી કરી હતી. આ કેસ ઝઘડિયા અધિક ફોજદારી ન્યાયાધિશ (પ્ર.વ)ની કોર્ટ માં ચાલી ગયો હતો.
જેથી વિવિધ કલમ મુજબનો શિક્ષાપાત્ર ગુનો ઝઘડિયા કોર્ટની હુકુમતમાં કરેલો હતો.આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી નંબર.૧ હૈદર સુલેમાન બાદશાહ રહે.રતનપુર તા. ઝઘડિયા જી.ભરૂચ ને તથા આરોપી નંબર.૨ મનહરભાઈ વસાવા રહે.નવા માલજીપુરા તા. ઝઘડીયા જી.ભરૂચનાઓને સીઆરપીસીની કલમ મુજબ તથા ભારતીય દંડ સંવિધાનની કલમ વંચાણે લઈ
તે મુજબના ગુનામાં બંને આરોપીઓને ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા બંને આરોપીને કુલ રૂપિયા ત્રીસ ત્રીસ હજારનો દંડ મળી કુલ બન્ને સજા પામેલા આરોપીઓને સાંઈઠ હજારનો દંડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.