રેપ વિથ મર્ડર કેસના આરોપીને કોર્ટ ફાંસીની સજા ફટકારી
વલસાડ, વલસાડની વાપી કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો કર્યો હતો. જેમાં ત્રણ વર્ષ પહેલા નવ વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી હતી. એટલુ જ નહી આરોપીએ પહેલા તો નવ વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યો હતો અને ત્યાર બાદ બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી. એટલુ જ નહીં આરોપીએ બાળકીના મૃતદેહને પંખા સાથે લટકાવી દિધો હતો. આ સમગ્ર જે નરાધમે અંજામ આપ્યો હતો તેનું નામ રાજેશ ગુપ્તા હતુ. ત્યારે આજે વાપી કોર્ટે મામલાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવી ફાંસીની સજા આરોપીને ફટકારી હતી.
વર્ષ ૨૦૨૦માં એક બાળકી સાથે રેપ વીથ મર્ડરની ઘટના ઘટી હતી. આ બાળકીની ઉમર માત્ર નવ વર્ષની હતી. આ કેસની તપાસમાં બહાર આવ્યું હતુ કે નવ વર્ષની બાળકી સાથે સૌપ્રથમ તો આરોપીએ દુષ્કર્મ આચર્યું હતુ અને ત્યાર બાદ તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
આરોપી રાજેશે સૌ પ્રથમ તો બાળકી સાથે વર્ષ ૨૦૨૦માં રેપ કર્યો હતો. ત્યાર બાદ તે બાળકીની હત્યા કરી દિધી હતી. હત્યાની જાણ પોલીસ કે કોઈને ન થાય તે માટે આરોપીએ પોતાનો મગજ ચલાવી બાળકીનો મૃતદેહ પંખા પર લટકાવી દિધો હતો. જેથી તમામ લોકોને એમ રહે કે આ હત્યા નહીં પરંતુ આપઘાત છે. પરંતુ પોલીસ તપાસમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.સમગ્ર મામલે વાત કરીએ વર્ષ ૨૦૨૦માં ધોરણ ૪માં અભ્યાસ કરતી એક નવ વર્ષની બાળકીનો મૃતદેહ તેના ઘરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી બાળકીની ચાલી માં જ રહેતો હતો. જેથી તેમને તમામ વાતની જાણ હતી કે બાળકીના માતા-પિતા આખો દિવસ ઘરે નથી હોતા અને બાળકી દિવસ દરમિયાન ઘરે એકલી જ હોય છે તેથી આરોપીએ આ તકનો ફાયદો ઉઠાવીને આરોપીએ બાળકીના ઘરમાં જ પ્રવેશ કર્યો હતો. અને ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે જ સમયે બાળકીએ બુમાબમ કરતા આરોપીએ બાળકીનું મોઢું દબાવી ગળેટૂંપો આપી હત્યા કરી દિધી હતી.
સમગ્ર ઘટનામાં તો ચોકાવનારી વાત એ છે કે આરોપીએ બાળકીની હત્યા કર્યા બાદ પણ હેવાનિયતની હદ તો ત્યારે વટાવી જ્યારે બાળકીના મૃતદેહ સાથે પણ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે ત્યાર બાદ આરોપીએ બાળકીએ આપઘાત કર્યો છે તેવો ક્રાઇમ સીન ઊભો કરવા બાળકીના મૃતદેહને ગળે ફાંસો આપી ઘરના પંખા સાથે લટકાવી દિધી હતી.