ચેક રીટર્ન કેસમાં કોપોરેટરને કોર્ટે 1 વર્ષની સજા ફટકારી
વળતર પેટે રૂ. ૧.૪૩ કરોડ ચૂકવવા આદેશ
વડોદરા, વડોદરામાં ચેક રીટર્ન કેસમાં ભાજપના વોર્ડ ૧૮ના કોર્પોરેટરો કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછછોડ કોર્ટે ૧ વર્ષની સાદી કેદની સજજા અને વળતર પેટે ૧,૪૩,ર૭૦૦૦/- ચુકવવાનો હુકમ કર્યો હતો. ચીફ જુુયુડીસીયલ મેજીસ્ટર્ટ નોધ્યું હતું કે આરોપીને નાણાંકીય વ્યવહારમાં ચેક આપવાની ગંભીરતાનો ખ્યાલ હોવો જ જાેઈએ. આરોપી કલ્પેશ પટેલની દાનત ફરીયાદીને રકમ પરત નહી આપવાનીી જણાય છે. અને આરોપીની વર્તુણુંક ને લક્ષમાં રાખીને પ્રોબેશનના લાભ આપવો યોગ્ય જણાતો નથી.
આ કેસની વિગતો જતાં શહેરના સમા રોડ ખાતે રહેતા કેયુરભાઈ રમેશભાઈ પટેલ પ્રોજકેટ ફાયનાન્સ કન્સલ્ટનનો વ્યવસાય કરે છે. તેમને માંજલપુર ખાતે જીમ્નેશીયમની પ્રોજેકટ ભાજપના માંજલપુરમાં કોર્પોરેટરો કલ્પેશ પટેલે કર્યો હતો. તે માટે લોન મેળવવા અને પ્રોજેકટ તૈયાર કરી આપ્યો હતો.
ત્યારે કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, હું પોતે ખેડૂત છું જમીન ખરીદી માટે કેયુરભાઈ રોકાણ કરે તો જમીન ખરીદીીમાં જે નફો થાય તે ચુકવી આપવાની ખાત્રી આપી હતી. જેથી દુમાડ ગામ ખાતે બ્લોક નંબર ૬૯૦ અને ૬૯૧ જમીન સંયુકત રોકાણથી ખરીદવાનું નકકી થયું હતું.
અને વર્ષ ર૦૧૩માં ભાગીદારી લેખે કર્યો હતો. કલ્પેશ પટેલે પોતે ખેડૂત હોય આ જમીનનો દસ્તાવેજ તેમના નામે કર્યો હતો. જેમાં ભાગીદાર કેયુર પટેલે ૭પ,૦૦૦ ચોરસ ફૂટ જગ્યાએ માલીક કબજેદાર બન્યા હતા. આ માટે કેયુરભાઈ પટેલે જમીન ખરીદવા રૂપિયા ૧,૬૮,૭પ,૦૦૦ રોકાણ પેટે આપ્યા હતા અને તે જમીનનુું વેચાણ થતાં કલ્પેશ પટેલે ઉર્ફ જય રણછોડે રૂપિા ૧.૮૦ કરોડ લેખીતી કરાર પેટે ચુકવી આપવાની જવાબદારી સ્વીકારી હતી.