બે વર્ષની બાળકીની હત્યા કેસમાં કોર્ટે 4.5 મહિનામાં નરાધમને ફાંસીની સજા સંભળાવી
સુરત, બે વર્ષની બાળકીનો દુષ્કર્મ – હત્યાનો બનાવ થોડા મહિના પહેલા સુરતમાં બન્યો હતો. સુરત પોલીસ દ્વારા ૧૧ દિવસની અંદર ચાર્જશીટ થઈ ફાઈલ કરી દેવામાં આવી હતી. માત્ર સાડા ચાર મહિનામાં પોક્સો હેઠળ નામદાર કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજાનો ચુકાદો સંભળાવ્યો હતો.
સુરતમાં બે વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના બનેલા બનાવને અતિ ગંભીરતાથી લઈને સુરત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી લેવાયો હતો અને આ ટીમ દ્વારા ૧૧ દિવસના સમયમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
આરોપીને સજા થાય અને ભોગ બનનાર બાળકીને ન્યાય મળે તે હેતુથી મહત્વના પુરાવાઓને આધારે માત્ર સાડા ચાર મહિના જેટલા ટૂંકા સમયમાં સુરત પોક્સો કોર્ટે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને પોક્સો હેઠળ આરોપીને ફાંસીની સજા સંભળાવીને સમાજમાં દાખલો બેસાડ્યો છે.
આ કેસ પ્રતિ સંવેદના દાખવીને દીકરીને ન્યાય અપાવવા બદલ નામદાર કોર્ટ અને સુરત પોલીસની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.