Western Times News

Gujarati News

સુરતમાં બનેલો રાજકીય ખેલ એ લોકશાહીની “આત્મહત્યા” કહેવાય કે ખૂન કહેવાય એ તો અદાલત જ નકકી કરશે ! ફોજદારી કેસ થઈ શકે છે ? !

Supreme court of India

લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી જંગમાં BJP નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ પર લડી રહ્યો છે !! જયારે કોંગ્રેસ સહિત વિપક્ષો મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેકારીના મુદ્દા પર લડે છે પરંતુ લોકશાહીના મૂલ્યોની રક્ષા ફકત સુપ્રિમ કોર્ટ કરે છે !!

તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! દેશમાં વકરેલા ભ્રષ્ટાચાર અને વ્યક્તિ સ્વાતંત્ર્ય પર થઈ રહેલા હુમલા સામે અને સત્તાના દુરઉપયોગથી હવે ફકત ભારતની સુપ્રિમ કોર્ટ જ રક્ષણ કરી શકે તેમ છે !! બાકી તો સત્તાના રાજકારણમાં નૈતિકતાનું અવમૂલ્યન થયું છે !! દેશની પ્રજા આ તમાશો જોયા કરે છે !! સુશિક્ષિત નાગરિકો સુશિક્ષિત છે પણ જાગૃત નથી !!

અને જાગૃત છે પણ તેમાં ગાંધીનો કે સરદાર પટેલનો આત્મા નથી તો પછી હવે દેશનું શું થશે ?! સુપ્રિમ કોર્ટના આ અવલોકન ટ્રાયલ વગર આરોપીને જેલમાં રાખી ન શકાય !! કોર્ટ સાચી-ખોટી ફરિયાદનું મૂલ્યાંકન કરી રદ કરવાની સત્તાનો પણ કોર્ટે જ ઉપયોગ કરવો !! સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, “ઈલેકટ્રોલ બોન્ડ રાજકીય પક્ષોને લાંચનો કાયદેસરનો વિકલ્પ બની શકે નહીં !!

સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી બી. વી. નાગરત્નાએ એવું અવલોકન કર્યુ છે કે, નોટબંધીનો નિર્ણય કાળા ધનને વ્હાઈટ કરવાનો રસ્તો બન્યો !! સુપ્રિમ કોર્ટે એ કહેવું પડયું કે તપાસ સમયે તપાસ એજન્સીઓ પ્રાઈવશીના અધિકારનું ધ્યાન રાખે !! ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડે કહ્યું છે કે, “આ બધું જોતાં એવું લાગે છે કે ભારતમાં લોકશાહી ફકત સુપ્રિમ કોર્ટના લીધે જ ટકી રહી છે”!!!

સુરતમાં બનેલો રાજકીય ખેલ એ લોકશાહીની “આત્મહત્યા” કહેવાય કે ખૂન કહેવાય એ તો અદાલત જ નકકી કરશે !! આ મેટરમાં ફોજદારી કેસ પણ થઈ શકે છે ???!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

કોંગ્રેસ અને વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન મજબુત પ્રચાર સાથે આક્રમક છે પરંતુ બુથ મેનેજમેન્ટ અને ડોર ટુ ડોર પ્રચારમાં નબળું પુરવાર થશે તો મજબુત ટકકર આપવાની ખ્વાઈશ દિવાસ્વપ્ન જેવી બની જશે ?!

“પવનની સાથે તણાવાથી નહીં પવન વિરૂધ્ધ હોય ત્યારે જ પતંગો આભને આંબે છે” – વિન્સ્ટન ચર્ચિલ !!

બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે કે, “પવનની સાથે તપાવવાથી નહીં, પવન વિરૂધ્ધ હોય ત્યારે જ પતંગો આભને આંબે છે”!! જયારે અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને કહ્યું છે કે, “ન્યાયનું વહાણ એ સરકારનો સૌથી મોટો મજબુત આધારસ્તંભ છે!! રાજકારણમાં “સત્તા” એટલી મહત્વની બની ગઈ છે કે, રાજકારણ જ “ભ્રષ્ટ” થઈ ગયું છે

ત્યારે “ભ્રષ્ટાચાર” નાબૂદ કરવાની વાતો રાજકીય પક્ષો કરે ત્યારે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાય છે !! રાજકારણમાં દુરવ્યવહાર ચાલશે પણ “સત્તા” વગર નહીં ચાલે ભારતના રાજકારણમાં સક્રીય રાજકીય પક્ષો આ રીતે વર્તશે તો દેશ અધોગતિમાં ધકેલાઈ જશે !! આ વકીલોએ સમજીને રાષ્ટ્રને અને મતદારોને દિશા આપવાનું કામ કરવાનો સમય આવી ગયો છે !! લોકસભાની ચૂંટણી જીતવા ભા.જ.પ. શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચહેરા સાથે “મોદીની ગેરેન્ટી” ના વાયુવેગી પ્રચાર વચ્ચે સર્જાયેલા અનેક પડકારો અને ભા.જ.પ.ના નેતાઓએ કરેલી ભુલો ભા.જ.પ.ના ૪૦૦ ને પાર મશીનને બ્રેક મારશે કે તારશે ?!

વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ સુધી થયેલી ચૂંટણીમાં ભા.જ.પ. શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ પર અને તેમના વિકાસ પર લોકો મતદાન કરતા આવ્યા છે !! અને ચૂંટણી જીત્યા છે !! વૈશ્વિક પ્રતિભા ઉભી કરતા સુશિક્ષિત વર્ગના મતદારો તેમનાથી આર્કષાયા છે !! અને જ્ઞાતિવાદી સમીકરણ ગોઠવવામાં પણ ભા.જ.પ.નું મોવડી મંડળ સફળ થયું છે ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને ભરોસા પર ૪૦૦ ને પાર થવાની શકયતા વચ્ચે શ્રી નરેન્દ્રભાઈ મોદી ઠેર, ઠેર પ્રચાર કરી રહ્યા છે !! તે જોતાં ભા.જ.પ.ના કાર્યકર્તાઓ ભા.જ.પ.ની જીત નિશ્ચિત માને છે એ સ્વાભાવિક છે !!

આવા માહોલ વચ્ચે ભા.જ.પ.ના નેતાઓ વૈચારિક અહંકારમાં જાત, જાતનું બોલતા જાય છે, ને કરતા જાય છે તેનાથી ભા.જ.પ.ની પ્રતિષ્ઠાને નુકશાન થઈ રહ્યું છે !! કારણ કે ચૂંટણી સાથે કોઈ જ સબંધ ન ધરાવતા મુદ્દાને ઉછાળીને ક્ષત્રિય મતદારોએ નારાજ કરતા તેનો પડઘો ગુજરાતમાં જ નહીં રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં પણ પડયો છે !! એ જોતાં ભા.જ.પ. માટે પડકારો ધીરે, ધીરે ઉભા થાય છે !!

બીજી તરફ સુરતના ઉમેદવારના કેસમાં હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર શ્રી નિલેષ કુભાણીનું ફોર્મ સુરતના કલેકટરે રદ કરતા ભા.જ.પ. બીનહરીફ ચૂંટણી જીતવાના પ્રયત્નમાં સફળ થયેલ છે પણ ભા.જ.પ.ની પ્રતિભા ખરડાઈ રહી છે !! ત્યારે ભા.જ.પ.ને નુકશાન થાય અને તેની પ્રતિભા બગડે શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જ ચહેરો ચાલતો હોય, સંગઠન પાંખ મજબુત છે તો આવું કરીને ભા.જ.પ.ને નબળો પાડવાનું કારણ શું ?! એ સોચનીય છે !!

કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓનો વ્યુહાત્મક રણનિતિ અદ્દભૂત છે !! એક તરફ એકની સામે એક ઉમેદદવાર ઉભો રાખી “બેરોજગારી” ! “મોંઘવારી” ! “જાતિગત અન્યાય” ! અને મહિલાઓ માટેની ગેરેન્ટી રજૂ કરીને ભા.જ.પ.ના રાજકીય રથને બ્રેક મારવા માટે પુરી એકતા સાથે સંઘર્ષનો ઘડાયેલો ચક્રવ્યુહ સફળ થશે તો પરિણામ રસપ્રદ બનશે ?!

અમેરિકાના રાજકીય અગ્રણી માર્ટીન લ્યુથર કિંગે સરસ કહ્યું છે કે, “આપણે ભલે જુદા જુદા જહાજોમાં આવ્યા હોઈ, પરંતુ હવે તો એક જ નાવડીમાં સવાર છીએ”!! કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનના ૨૪ રાજકીય પક્ષોએ નવી રણનિતિ સાથે દરેક રાજયમાં એક મંચ પર આવીને અદ્દભૂત પ્રચારમાં લાગી ગયા છે !! ઝારખંડમાં તમામ નેતાઓએ એક મંચ પર આવી “મહારેલી” કરી જેમાં લાખો લોકો આવ્યા !!

અને જયાં વિપક્ષ ફ્રેન્ડલી લડાઈ લડી રહ્યા છે ત્યાં પણ સમય અને સંજોગો જોઈ વોટ ટ્રાન્સફર કરવાની રણનિતિ ઘડી હોવાનું મનાય છે !! ભા.જ.પ.ની વોટ બેંક તોડવામાં મહદઅંશે વિપક્ષો સફળ થયા છે !! બેરોજગારી !! મોંઘવારી !! મહિલા ગેરેન્ટી !! ખંડિત પ્રશ્નો અને લશ્કરમાં ભરતીની નિતિ સામેનો ઉગ્ર પ્રચાર મુજબ છે ! જો મતદાન થશે તો વિપક્ષ ઘણું સારૂં પરિણામ લાવી શકશે !! વિપક્ષની નબળાઈ પણ છે !!

તેઓએ શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે વિપક્ષનો કોઈ મજબુત ચહેરો ઉતાર્યો નથી કમસેકમ કોંગ્રેસે પણ એ દિશા પકડવાની જરૂર હતી !! પ્રિયંકા ગાંધી, શ્રી ખડકે, શ્રી રાહુલ ગાંધી સહિત અનેક પૈકી એકને આગળ કરવાની જરૂર છે !! પણ કોંગ્રેસ ઘણાં વર્ષોથી વડાપ્રધાનનો ચહેરો આપતી નથી ! ર્ડા. મનમોહન સિંગને પણ અચાનક જ પસંદ કરાયા હતાં !! પણ ચહેરો જરૂરી હોય છે !!

જેનો ફાયદો ભા.જ.પ.ને મળશે વિપક્ષે એક જ ચૂંટણી ઢંઢેરો એક થઈ જાહેર કરવાની જરૂર હતી !! બંગાળમાં તમામે તમામ સીટ મમતા બેનરજી થોડી જીતી શકશે ?! માટે રાજકીય વિવેકનો અભાવ એ વિપક્ષને નુકશાન કરી શકે છે !! કાર્યકરોના ગઠબંધનની તાકાતમા વિપક્ષ નબળો છે !! ત્યારે વિપક્ષે વધુ મહેનત કરવાની જરૂર છે !! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.