સરહદોને દૂર કરીને દુનિયાને એક કરવાનો સંદેશ આપતી ફિલ્મ “ધ ક્રિએટર- સર્જનહાર” 26મી મે એ થશે રિલીઝ

“વન વર્લ્ડ, વન રિલિજન પર આધારિત છે આ ફિલ્મ રાજેશ કરાટે “ગુરુજી” એ તૈયાર કરી છે આ ફિલ્મની સંકલ્પના -26મી મે, 2023 ના રોજ સિનેમાઘરોમાં થઈ રહી છે રિલીઝ
કુદરત દ્વારા એક જ દુનિયાની રચના કરવામાં આવી હતી, પરંતુ સમય જતા માણસોએ તેને પોતાના સ્વાર્થ માટે તે જાતિ, ધર્મ, દેશ વગેરેમાં વિભાજીત કર્યું. પરંતુ શું આજના સમયમાં વિશ્વને એક સૂત્રમાં બાંધી શકાય છે? આવા ક્રાંતિકારી વિચાર સાથે બનાવવામાં આવેલ ફિલ્મ “ધ ક્રિએટર- સર્જનહાર” એ “વન વર્લ્ડ, વન રિલિજન પર આધારિત છે. THE CREATOR Movie will be released on 26-05-2023
આ ફિલ્મનું આ મહિનામાં જ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેની દર્શકો દ્વારા ઘણી પ્રશંસા કરાઈ છે. અલગ વિષયવસ્તુ ધરાવતી આ ફિલ્મ 26મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જેનો અમદાવાદમાં પીવીઆર, રાણીપ ખાતે ભવ્ય પ્રીમિયર શો યોજાયો હતો.
આ પ્રસંગે ફિલ્મના પ્રોડ્યુસર શ્રી રાજેશ કરાટે “ગુરુજી”, ફિલ્મના સ્ટાર દયાનંદ શેટ્ટી (Film Star Dayanand Shetty) ઉપરાંત, બોલીવુડ અભિનેતા આદિત્ય પંચોલી (Aditya Pancholi) , બોલીવડ અભિનેત્રી અમિષા પટેલ (Amisha Patel) અને મહિમા ચૌધરી (Mahima Chaudhry) ઉપસ્થિત રહ્યા હતા.
View this post on Instagram
આ ફિલ્મનું લેખન અને નિર્દેશન પ્રવીણ હિંગોનિયાએ કર્યું છે, જયારે આ ફિલ્મની સંકલ્પના તૈયાર કરવાનો શ્રેય રાજેશ કરાટે “ગુરુજી”ને જાય છે કે જેઓ આ ફિલ્મના નિર્માતા પણ છે. ‘રાજેશ કરાટે ગુરુજીનો સત્ય શબ્દ સંશોધન નામનો આશ્રમ મહેસાણામાં ચાલે છે, ત્યાં તેઓ સંશોધનનું કાર્ય કરે છે.’
તેમણે અને રાજુભાઈ પટેલે મળીને ધ ક્રિએટર ફિલ્મ બનાવી છે. આ ફિલ્મના કલાકારોની વાત કરીએ તો તેમાં દયાનંદ શેટ્ટી, શાજી ચૌધરી, આર્ય બબ્બર, રજા મુરાદ, અનંત મહાદેવન, પ્રમોદ મહોતો, નીલૂ કોહલી, સંજય સ્વરાજ, ગુરદીપ કોહલી, રોહિત ચૌધરી, ભુવનેશ મામ, જશ્ન કોહલી, બુશરા શેખ, હિમાની સાહની, અલિઝા સહગલ, જેવા સશક્ત કલાકારોનો સમાવેશ થાય છે.
ફિલ્મ વિષે વાત કર્તા શ્રી રાજેશ કરાટે “ગુરુજી” એ જણાવ્યું હતું કે, ” આ ફિલ્મમાં એ દર્શાવવામાં આવ્યું છે કે માનવી દ્વારા બનાવવામાં આવેલ રચના ધર્મ, જાત- ભાતને દૂર કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આ ફિલ્મમાં એ સંદેશ આપવામાં આવ્યો છે કે સત્ય શું છે અને તેની સાબિતી શું છે.
તેમજ દુનિયા કેમ કરીને બદલી શકાય? તેની સાબિતી શું છે? એ અંગે નું સસ્પેન્સ પણ આ ફિલ્મ નિહાળ્યા બાદ જાણી શકાશે. શું કોઈ કલ્પના હકીકત બની શકે? “એક વિશ્વ, એક ધર્મ” તેમજ નવી દુનિયા કે જે હજારો વર્ષથી ચાલતી પરંપરા, રીતિ- રિવાજ, જાત- ભાત વગેરેના ભેદભાવ દૂર કરતી આ ફિલ્મ તેની સાબિતી છે. આ ફિલ્મમાં એક કલ્પના દર્શાવવામાં આવી છે અને જો તે શક્ય બને તો શું થઈ શકે તે તમને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.”
ફિલ્મમાં એક વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી રહેલા દયાનંદ શેટ્ટીએ પોતાના ક્રાંતિકારી વિચારોથી દુનિયાને બદલવાની કલ્પના કરતા આ પ્રસંગે કહ્યું- “આ ફિલ્મનો વિષય ખૂબ જ રસપ્રદ અને પોતાનામાં ખૂબ જ અનોખો છે અને આ જ કારણ છે કે હું આ ફિલ્મમાં કામ કરવાનું નક્કી કર્યું. આ ફિલ્મ સમગ્ર વિશ્વના કલ્યાણનો સંદેશ આપે છે. હું ફિલ્મમાં વૈજ્ઞાનિક ડૉ. રેની ભૂમિકામાં છું. મને આશા છે કે દર્શકોને મારા પાત્રની સાથે સાથે ફિલ્મ પણ ગમશે.”
નિર્દેશક પ્રવીણ હિંગોનિયાએ જણાવ્યું હતું કે, “અમારી ફિલ્મ પ્રેમ અને શાંતિને પ્રોત્સાહન આપે છે. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, આ ફિલ્મ દ્વારા અમે આ સંદેશ આખી દુનિયામાં આપવા માંગીએ છીએ. માણસ એક ફ્રી બર્ડની જેમ હોવો જોઈએ, જેથી તે આખી દુનિયામાં મુક્તપણે ઉડી શકે.”
આ ફિલ્મનું મ્યુઝિક આસિફ ચંદવાની, પરશુરામ મિશ્રા, રુદ્ર ગૌતમ વગેરે એ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં જુદી-જુદી જગ્યાએ થયું છે. આ અલગ વાર્તા દર્શાવતી ફિલ્મ “ધ ક્રિએટર- સર્જનહાર”ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જે 26મી મે, 2023 એટલે કે શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.