હપ્પુના હાથમાંથી ગુનેગાર છટકી જાય છે અને….

લગેગા ઝોર કા ઝટકા! દૂસરી મા, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈનાં પાત્રો આંચકાજનક સ્થિતિમાં જોવા મળશે.
એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે રણધીર શર્મા કહે છે, “રસ્તો ઓળંગતી વખતે કૃષ્ણા (આયુધ ભાનુશાલી) કારની અડફેટે આવે છે. યશોદા (નેહા જોશી) તેને હોસ્પિટલમાં લઈ જાય છે અને તુરંત સર્જરી કરવા માટે રૂ. 1.50 લાખ જમા કરવાનું આવશ્યક હોય છે.
દાદી (અનિતા પ્રધાન) દાદાજી (સુનિલ દત્ત)ને ઉપચાર માટે નાણાં આપવા કહે છે, તે એક શરતે નાણાં આપવા તૈયાર થાય છે કે યશોદા ઉપચાર પછી ભલાઈ માટે કૃષ્ણાને છોડી દેશે. યશોદા દાદાજીની ઓફર સ્વીકારે છે. જોકે રણધીર (દર્શન દવે) કોઈ પણ શરત વિના યશોદાને મદદ આપવા તૈયાર થાય છે.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે દરોગા હપ્પુ સિંહ કહે છે, “હપ્પુ (યોગેશ ત્રિપાઠી) રાજેશ (કામના પાઠક) પર બહુ ગુસ્સે થાય છે, કારણ કે તે ચિંતા કરાવતાં હપ્પુના હાથમાંથી ગુનેગાર છટકી જાય છે. આ પછી હપ્પુ રાજેશ વિશે તેના પિતા ગબ્બર (સાહિબ દાસ માણિકપુરી)ને ફરિયાદ કરે છે.
રાજેશ તે સાંભળે છે અને એવું તારણ કાઢે છે કે હપ્પુ હવે તેને પ્રેમ કરતો નથી. આથી તે પોતાની લાગણી કટોરી અમ્મા (હિમાની શિવપુરી) સમક્ષ વ્યક્ત કરે છે અને એવી જાણ કરે છે કે હપ્પુ પર પ્રેમની પરીક્ષા કરવા માગે છે. આ સિદ્ધ કરવા તે યોજનામાં કમલેશ (સંજય ચૌધરી)ને ધોબીના સ્વાંગમાં સામલ કરે છે અને તેની સાથે ફલર્ટ કરે છે,
પરંતુ હપ્પુ કોઈ પ્રતિસાદ આપતો નથી, જેને લીધે રાજેશ વધુ દુઃખી થાય છે. કમિશનર (કિશોર ભાનુશાલી) આવીને માહિતી આપે છે કે તેની પત્ની ભાગી ગઈ છે. આ સાંભળીને રાજેશને નવો વિચાર આવે છે અને તે ધોબી સાથે નેપાળમાં ભાગી જવાનું નક્કી કરે છે.”
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે અંગૂરી કહે છે, “તિવારી (રોહિતાશ ગૌર)ને વકીલ પાસેથી નોટિસ મળે છે, જેમાં એવો સંકેત અપાયેલો હોય છે કે તેણે ઘર અને દુકાન ખાલી કરવાનું રહેશે, કારણ કે તે તેના મોટા ભાઈને નામે છે. અમ્માજી (સોમા રાઠોડ) તિવારી અને અંગૂરી (શુભાંગી અત્રે)ને પોતાની સાથે ગામમાં આવવા માટે કહે છે.
જોકે તિવારી ગુસ્સે થાય છે, કારણ કે તે અનિતા (વિદિશા શ્રીવાસ્તવ)થી દૂર જવા માગતો નથી અને વિભૂતિ (આસીફ શેખ) અંગૂરીથી દૂર જવા માગતો નથી. આને કારણે વિભૂતિ અનિતાને જાણ કર્યા વિના તેમના ઘરમાં રહેવા માટે પૂછે છે, જેને લીધે અનિતા ગુસ્સે થાય છે. અનિતા બંને સાથે ગેરવર્તન કરે છે અને ચીજો ચોરી કરવાનો આરોપ કરે છે, જેને લઈ તેમને આંચકો લાગે છે અને તેઓ દુઃખી થાય છે.”