લાભી ગામમાં ખેતરમા આવી ચઢેલા મગરને સલામત સ્થળે ખસેડાયો
(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના લાભી ગામે એક ખેતરમા મગર આવી ચઢતા ગામલોકો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી.વનવિભાગ અને મૂક્તજીવન ડીઝાસ્ટરની ટીમ દ્વારા તેને સલામત રીતે પકડી લેવામા આવ્યો હતો.
પંચમહાલ જીલ્લામાં આવેલા ગ્રામીણ વિસ્તારમાં છાસવારે સરીસૃપો સાપ,મગર,અજગર રહેણાક વસાહતોમાં આવી જતા હોય છે. તાલુકાના લાભી ગામે આવેલા ખેતરમાં મગર આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.લાભી ગામના સોલંકી ફળિયા પાસે આવેલા સુરમલભાઈ નામના ખેડુતનાં ખેતરમાં મગર દેખા દીધી હતા.
ખેતરની આજુબાજુ કામ કરતા લોકોને ધ્યાને આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.મગર આમતેમ ઝાડીંઝાખરામાં છુપાઈ ગયો હતો.ત્યારબાદ પાણી ભરેલા ખેતરમાં છુપાઈ ગયો હતો.આથી લોકો દ્વારા શહેરા વનવિભાગને જાણ કરવામા આવી હતી.
આથી ત્યારબાદ શહેરા વનવિભાગ અને મુક્તજીવન ડીઝાસ્ટરની રેસક્યુ ટીમ દ્વારા ભેગા મળીને મગરને પકડવાની કામગીરી હાથ ઘરી હતી.પાણી ભરેલા ખેતરમાં મગર છુપાઈ જતા તેને શોધવો જરા મુશ્કેલ બન્યો હતો.વાસંની મદદથી તેને શોધવાની તજવીજ હાથ ધરી હતી,
ત્યારબાદ મગર ખેતરના છેવાડે આવતા તેને ગાળિયામાં ભેરવી દઈને સલામત રીતે પકડી લેવામાં આવ્યો.મગરની લંબાઈ અંદાજીત પાંચ થી છ ફુટ લંબાઈ હતી.ત્યારબાદ તેને પકડીને વનવિભાગના વાહનમાં મુકીને સલામત રીતે છોડી દેવામા આવ્યો હતો.
મગરને જાેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા નોધનીય છેકે શહેરા તાલુકામા આવેલા તળાવોમાં મગરોની વસ્તી બહોળા પ્રમાણમાં જાેવા મળે છે.મગરો ઘણીવાર ખોરાકની શોધમાં રહેણાક વિસ્તારોમાં આવી જતા હોય છે.