બદ્રીનાથ ધામના કપાટ અગામી ૨૨ એપ્રિલથી ખુલશે
દહેરાદૂન, ચારધામ યાત્રા આગામી ૨૨ એપ્રિલથી શરુ થવા જઈ રહી છે. બદ્રીનાથ ધામના કપાટ ૨૭ એપ્રિલથી વિધિ સાથે ખોલવામાં આવશે. રાજમહેલ નરેન્દ્ર નગરમાં આયોજિત ધાર્મિક સમારોહમાં બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખની જાહેરાત કરવામાં આવી હતી.
તો ગાડૂ ઘડા (તેલ કળશ) યાત્રા માટે ૧૨ એપ્રિલનો દિવસ નક્કી કરવામા આવ્યો છે. મહત્વનુ છે કે, જાેશીમઠમાં હાલ સંકટ ચાલી રહ્યું છે ત્યારે પુલ અને હાઈવે પર તિરાડો વચ્ચે સરકાર બાયપાસ બનાવશે કે પછી જાેશીમઠથી જ યાત્રા થશે, એવા સવાલો પણ થઈ રહ્યાં છે.
બદ્રીનાથ ધામના કપાટ આગામી ૨૭ એપ્રિલના રોજ સવારે ૭.૧૦ વાગે મંત્રોચ્ચાર અને પરંપરાઓની સાથે ખોલવામાં આવશે. રાજદરબાર નરેન્દ્ર નગરમાં વસંત પંચમીના શુભ અવસરે ધાર્મિક સમારોહમાં પંચાગ ગણના બાદ વિધિવત કપાટ ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી હતી.
આ અવસરે ટિહરી રાજપરિવાર સહિત શ્રી બદ્રી-કેદાર સમિતિ, ડિમરી ધાર્મિક કેન્દ્રીય પંચાયતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. શ્રી બદ્રીનાથ ધામ ગાડુ ઘડા યાત્રા (તેલ કળશ) માટે નરેન્દ્રનગર સ્થિત રાજમહેલમાં ભગવાન બદ્રી વિશાલને તેલ ચડાવવામાં આવે છે. મહારાણી અને વહુઓ દ્વારા રાજમહેલમાં જ તલનું તેલ ચડાવવામાં આવે છે. એ પછી આ તેલ કાઢીને તેને કળશમાં રાખવામાં આવે છે અને એ પછી નક્કી કરવામાં આવેલી તારીખે કળશ યાત્રા કાઢવામાં આવે છે.
બદ્રીનાથ ધામના કપાટ ખોલવાના દિવાસે ભગવાન બદ્રીનાથને એ તેલથી અભિષેક કરવામાં આવે છે. પરંપરા મુજબ ટિહરી રાજપરિવાર જ અભિષેક માટે તલના તેલની વ્યવસ્થા કરે છે.
આ પરંપરા મુજબ પરિણીત મહિલાઓ અને રાજપરિવારની મહિલાઓ તલને પીસીને તેલ કાઢે છે. એ પછી તેલને પીળા કપડામાંથી ચાળીને રાજમહેલમાં રાખવા માટે એક ખાસ પ્રકારના વાસણમાં આગ પર ગરમ કરવામાં આવે છે. જેથી એનાથી બચેલા પાણીનો અંશ કાઢવામાં આવે. આ પ્રક્રિયા દરમિયાન વિધિવત રીતે મંત્રોચ્ચાર ચલતા હોય છે.
મોડી સાંજે તેલને ઠંડુ કર્યા બાદ ચાંદીના એક વિશેષ કળશમાં રાખવામાં આવે છે. આ કળશને ડિમરી પંચાયત અને બદ્રીનાથ ધામના રાવલ સિવાય કોઈ તેને અડી શકતું નથી. છ મહિના સુધી આ બદ્રીનાથ ધામમાં રોજ બ્રહ્મ મુહૂર્તમાં આ તેલથી બદ્રીનારાયણને અભિષેક કરવામાં આવે છે.
માન્યતા છે કે ટિહરીના રાજાને ભગવાન બદ્રી વિશાલનો અવતાર માનવવામાં આવે છે. તેમની કુંડળી ને જાેઈને જ રાજપુરોહિતો દ્વારા બદ્રીનાથ ધામના કપાટ ખોલવાનું શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવે છે. આ સાથે બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની પ્રક્રિયા શરુ થાય છે.SS1MS