કોઠારિયા નજીક આવેલો ડેમ છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં
અમદાવાદ, જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોઠારિયા ગામ નજીક આવેલો ડેમ છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં હોવાના કારણે આસપાસના ચારથી પાંચ ગામના ૧૫ થી ૨૦ હજાર લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ચેકડેમમાં બાવળનું પણ સામ્રાજ્ય દિવસે દિવસે વધતું જાય છે.
ત્યારે કોઠારીયા ગામના તેમજ આસપાસના ગામ લોકોએ ડેમમાંથી ગાંડો બાવળ દૂર કરી જાે ડેમને ઊંડો ઉતારી ડેમનો વિસ્તાર વધારવામાં આવે તો લોકોને પાણીની સમસ્યા હલ થઈ શકે તેમ છે. મીતડીથી કોઠારીયાના રસ્તે જતા જે ડેમ આવે છે. ડેમમાં પુષ્કળ પ્રમાણમાં બાવળ ઉગી નીકળ્યાં છે. તેના હિસાબે ડેમમાં પાણીનો સંગ્રહ થતો નથી અને ડેમનો પાળો પણ તૂટી ગયો છે. હાલના સમયમાં પાણીના સ્તર ખૂબ નીચા ગયા છે અને પીવાલાયક પાણી પણ આવતું નથી.
જાે આ ડેમને રિપેર કરી ફરીથી તેમાં પાણી ભરવાની સુવિધા શરૂ કરવામાં આવે તો ડેમમાં પાણીનો સંગ્રહ થાય અને લોકોને ફાયદો થઇ શકે તેમ છે. રહેવાસીઓ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર જાગતું નથી અને જાે આ તંત્ર જાગીને ડેમને રીપેર કરે તો આજુબાજુના પાંચથી સાત ગામોને ફાયદો થાય તેમ છે.
ત્યારે સિંચાઈ યોજના જૂનાગઢના કાર્યપાલક હિરેન ઉકાણીએ જણાવ્યું હતું કે, જે તૂટેલો ચેકડેમ છે તે માહિતી બાબતે તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આ ડેમ સિંચાઈ વિભાગ હસ્તક આવતો નથી. પરંતુ આ ચેકડેમ કઈ પંચાયતી સંસ્થા કે બોડી દ્વારા બનાવવામાં આવ્યો છે.
તેની તપાસ કરી જવાબદાર તંત્ર સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ચેકડેમ જવાબદાર બોડી રીપેર કરવા સક્ષમ નહિ હોય તો આ ચેકડેમ રીપેર કરવાની સ્પેશિયલ પરમિશન લઈ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી યોગ્ય યોજનામાં સમાવેશ કરી આ ડેમને રીપેર કરવાની કામગીરી કરવા માટે અમે પ્રયત્ન કરીશું.SS1MS