માણસના પેટમાં ખતરનાક વસ્તુ લોખંડને પણ ઓગાળી દે છે
નવી દિલ્હી, આપણા પેટમાં ઘણી જટિલ પ્રક્રિયાઓ હોય છે. આ પ્રક્રિયાઓને કારણે, તમે જે કંઈ પણ ખાવ છો તેના અલગ-અલગ પોષક તત્વો નીકળે છે. તમારા પેટને એક રીતેના યોજનાબદ્ધ મશીનના રુપમાં વિચારી શકાય છે.
જે તમારા ખાવાની પ્રોસેસ કરીને તેમાં હાજર પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ, પાણી અને અન્ય પોષક તત્વોને અલગ કરે છે. જે તમને જીવિત રહેવા અને કામ કરવા માટેની એનર્જી આપે છે. પેટમાં પેદા થનારા એસિડમાં એટલી ક્ષમતા હોય છે કે તે એક રેઝરને પણ ઓગાળી શકે છે.
આખરે એવું તો શું હોય છે પેટમાં જે આપણને તેનાથી સુરક્ષિત રાખે છે. ખોરાકને પચાવવા માટે, આપણા પેટમાં જઠર હોય છે. જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ હાજર હોય છે. તે હાઈડ્રોક્લોરિક એસિડનું pH મૂલ્ય લગભગ ૨ હોય છે. જે કોઈપણ વસ્તુને ઓગાળવાની ક્ષમતા રાખે છે. pH મૂલ્ય ૦ થી ૧૪ની વચ્ચે હોય છે અને જેટલું ઓછું pH તેટલું એસિડ વધારે તાકાતવર હોય છે. પાણીનું pH મૂલ્ય સાત હોય છે.
કેટલાક સંશોધનમાં જાણવા મળ્યું છે કે બ્લેડના ટુકડા ૧૫ કલાકમાં પેટની અંદર પચી શકે છે. એક પ્રયોગમાં ૨૪ કલાક બ્લેડનું વજન માપવામાં આવ્યુ હતું અને તે પહેલાની તુલનામાં ૬૩ ટકા જ રહી ગયુ હતું.
તેનો સીધો અર્થ છે કે પેટની અંદરનું એસિડ આ રીતે કઠોર વસ્તુઓને પાચન કરી શકે છે. જાેકે, ગેસ્ટ્રિક જ્યુસમાં ફક્ત હાઇડ્રોક્લોરિક એસિડની જ નથી હોતું, તેમાં બીજા પણ ઘણાં પ્રકારના કેમિકલ હોય છે. તેના કારણે તે વધારે પ્રભાવી એસિડની જેમ કામ નથી કરી શકતું.SS1MS