અમદાવાદમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો
અમદાવાદ, અમદાવાદની જી-ડિવિઝન સરદારનગરમાં પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેશ વાઘેલાનો મૃતદેહ મહેસાણાના કડી નજીક મણીપુર પાસે કેનાલની પાસેથી મળતા ચકચાર મચી ગઇ છે.
પોલીસ કર્મી ગાંધીનગરના પાલજ ગામના વતની હતા, હાલ તે નરોડાના મિલન પાર્કમાં રહેતા હતા અને જી ડિવિઝનમાં ફરજ બજાવતા હતા. મૃતક વાઘેલા નરેશ ડાહ્યાભાઈ ૪૯ વર્ષ ઉંમરનો હોવાનું જાણવા મળ્યું છે. તે વર્ષ ૨૦૦૧માં પોલીસમાં ભરતી થયા હતા.
ગત ૨૫ ડિસેમ્બરે કાર લઈને નોકરી જવા નીકળ્યા હતા પરત નહિ ફરતા ડભોડા પોલીસ મથકે જાણવા જાેગ ફરિયાદ નોંધાઇ હતી.તપાસ દરમ્યાન ડભોડા નજીક નર્મદા કેનાલ પાસેથી તેમની કાર મળી આવી હતી બાદ આસપાસ તપાસ દરમિયાન પોલીસ કર્મીનો મૃતદેહ કડી નજીક કેનાલમાંથી મળ્યો હતો.
પોલીસ હત્યાની આશંકાએ તપાસ કરી રહી છે. પોલીસ કર્મીએ આપધાત કર્યો છે કે કોઇ તેમની હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો છે, આ બંને દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. SS3SS