‘મારી સાથે ડેડ હાજર રહેતા ન હતા, મોંઘી ભેટ આપી લાડ લડાવતા: ગોવિંદા
મુંબઈ, ગોવિંદા ૯૦ના દાયકાનો સુપરસ્ટાર ગણાય છે. તેણે થોકબંધ સફળ ફિલ્મો આપી છે. તે આ ફિલ્મોમાં એટલો વ્યસ્ત હતો કે તેને ઘરમાં સમય આપવાનો સમય જ નહોતો.
તાજેતરમાં તેની દિકરી ટીના આહુજાએ તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે નાની હતી, ત્યારે મોટા ભાગે તેના પિતા ગેરહાજર રહેતા હતા અને તે દિકરીના સ્કૂલના કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકતા નહોતા. તેથી તેનું સાટું વાળવા એ ટીના માટે ભેટસોગાદો લાવી આપીને તેને લાડ કરાવતા હતા.
તેની સાથે તેના દરેક કાર્યક્રમમાં તેની માતા જ હાજર રહેતી હતી. આગળ ટીનાએ જણાવ્યું કે તેના પિતા તેના માટે ઘણી ભેટ લાવતા હતા, તેમને એવું લાગતું હતું કે આ રીતે ભૌતિક વસ્તુઓ લાવી આપવાથી તેમના પ્રત્યેનો દિકરીનો પ્રેમ વધી જશે. પરંતુ ટીનાને એવું લાગતું નહોતું.
આ જ ઇન્ટરવ્યૂમાં ટીનાએ એમ પણ કહ્યું કે, ટીના જ્યારે ટીનેજમાં હતી ત્યારે તેના પિતા તેના વજન અને દેખાવને લઇને ઘણા ચિંતિત રહેતા હતા. તેણે કહ્યું કે તેના પિતા તેને વારંવાર વજન ઘટાડવા કહેતા હતા અને તેના વધતા પેટને વારંવાર નિશાન બનાવતા હતા.
આ દરમિયાનની એક યાદ તાજી કરતા ટીનાએ કહ્યું કે એક વખત તેઓ સ્વિટ્ઝર્લેન્ડ ફરવા ગયા હતા, જ્યાં તેને દૂધ અને હોટ ચોકલેટ બહુ ભાવતા હતા. ત્યાંથી તેઓ લંડન પહોંચ્યા તો તેના પેન્ટ તેને ફિટ થવા માંડ્યા હતા. ત્યારે તેના પિતાએ કહ્યું હતું કે છોકરીઓએ સુંદર દેખાવું જોઈએ અને પોતાનું વજન હંમેશા જાળવી રાખવું જોઇએ. અન્ય સ્ટાર કિડ્સની જેમ ફિલ્મોમાં ટીના જોવા મળતી નથી.
આમ છતાં સોશિયલ મીડિયા પર તે જાણીતી છે. તાજેતરના સમયમાં ટીનાએ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલિંગ અને વિરોધનો સામનો કરવો પડ્યો હતો, એ વખતે તેણે મુંબઈમાં છોકરીએ કઈ રીતે ક્રેમ્પ્સમાં તકલીફ વેઠે છે તે વિશે વાત કરી હતી. ત્યાર બાદ તેણે વિવાદ ઠારવા સ્પષ્ટતા કરવી પડી હતી કે, કોઈ વ્યક્તિનું દિલ દુભાવવાનો તેનો સહેજ પણ ઇરાદો ન હોતો.SS1MS