બે દિપડાઓના મોતથી ધાનપુર તાલુકામાં ખળભળાટ: વન વિભાગ દોડતું થયું
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા રેન્જમાં બે વન્ય પ્રાણી દિપડાઓનું ૧૨ કલાકના સમયગાળામાં મોત એકનું ગંભીર ઇજાના કારણે બીજાનું ગંભીર બીમારીના કારણે મોત નિયાજયા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ધાનપુર ખાતે દોડી આવ્યા તંત્ર દ્વારા બંને વન્યપ્રાણી દીપડાઓનું પેનલ પીએમ કરાવી વિધિ વત રીતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા રેન્જ વિસ્તાર માં ગત ૨૫ ડિસેમ્બરના રોજ ઘડા ગામે વન્યપ્રાણી દીપડો ગામના ખેતરોમાં આંટાફેરા મારતો હોવાનો ખેતરમાં કામ કરતા ખેડૂતોને જોવાતા સ્થાનિક ખેડૂતો દ્વારા આ બાબતે સ્થાનિક વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા દિવસના સમયે આતા ફેરા મારતા દીપડાની પરિસ્થિતિ જોતા દીપડો બીમાર હોવાનો વન વિભાગને જણાય આવતા વડ વિભાગ દ્વારા દિવસના સમયે જ રેસ્ક્યુ હાથ ધરી દીપડાને પાંજરે પૂર્યો હતો
અને પ્રાથમિક સારવાર સ્થાનિક પશુ ચિકિત્સક પાસે કરાવતા તે માદા જાતિ નો દિપડો હોવાનો અને તેને ગંભીર બીમારી હોવાનો જણાઈ આવતા ત્યારે વધુ સારવાર અર્થે આણંદ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર કરાવી તેને પરત ધાનપુર ખાતે લાવી સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો
ત્યારે ગત ૨૮ ડિસેમ્બરના રોજ બીજો એક દીપડો જે ધાનપુર તાલુકાના વાખસીયા ગામે બાબુભાઈ ગોકળભાઈ ના સર્વે નંબર જે તરમકાચ ના જંગલ પાસે આવેલ ખેતરમાં એક વન્ય પ્રાણી દિપડો પડ્યો હોવાની જાણ ધાનપુર વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરી વન્યપ્રાણી દીપડાને રેસ્ક્યુ હાથ ધરતા વન્ય પ્રાણી દીપડાને ગંભીર ઇજાઓ થઈ હોવાનું જણાતા
તેને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક પશુ ચિકિત્સક પાસે સારવાર અર્થે ખસેડાયો તો જ્યાં તેને હાલમાં વન્ય પ્રાણીઓમાં મેટિંગ નો સમય ચાલતો હોય જેને લઇ આ માદા દીપડી ને ઈન્ફ્રાક્ટ ના ભાગે ગંભીર ઈજા થવાના કારણે તેની હાલત ગંભીર હોવાનું પશુ ચિકિત શકે જણાવ્યું હતું ત્યારે આ માદા દીપડીનું રેસ્ક્યુ કરી તેને સારવાર આપવામાં આવી તેના બે જ કલાકમાં તેનું મોડી સાંજે મોત નીપજ્યું હતું
જ્યારે અગાઉ ઘડા ગામેથી બીમાર હાલત રેસ્ક્યુ કરાયેલ માદા દિપડા ને ગંભીર બીમારીના ખરાડી ૨૯ ડિસેમ્બરના રોજ વહેલી સવારે તેનું મોત નિપજ્યું હતું આ બે માદા વન્ય પ્રાણી દીપડાઓ ના મોતના સમાચારથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ધાનપુર ખાતે દોડી આવ્યા હતા
અને બંને વન્યપ્રાણી દીપડાઓનું પેનલ થી પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વિધિવત રીતે ધાનપુર તાલુકાના તારામકચ જ ખાતે વડ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બંને મૃત દિપડા ઓદા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા આમ ધાનપુર તાલુકામાં એક સાથે બે દિપડાઓના મોતને લઈ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો.