લોસ એેન્જેલસના જંગલોમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને ૧૬ થયો
લોસ એંજલસ, અમેરિકાના લોસ એન્જેલસના જંગલોમાં ફાટી નીકળેલી ભીષણ આગના કારણે મરનારા લોકોની સંખ્યા વધીને ૧૬ ઉપર પહોંચી ગઇ છે. હાલ સમગ્ર શહેરી વિસ્તારમાં સૂસવાટા મારતા પવનના કારણે બચાવકાર્યમાં પણ મોટી અડચણો ઉભી થઇ હતી.
અલબત્ત હાલ પવનની ગતિ થોડી ધીમી પડી છે તેમ છતાં રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા કર્મચારીઓને ફરીથી સૂસટાવા મારતા પવનો શરૂ થઇ જશે તો શહેરના કેટલાંક અત્યંત મહત્વના સેન્ટર અને મકાનો સુધી આગ ફેલાઇ શકે એવી ભીતિ સતાવી રહી છે.કેલિફોર્નિયાના જંગલોમાં ફાટી નીકળેલી આગ માટેનું કારણ હજુ સુધી નક્કી કરી શકાયું નથી, પરંતુ આ આગના કારણે જાન-માલનું જે નુકસાન થયું છે તે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટુ નુકસાન માનવામાં આવે છે એમ પ્રાથમિક અંદાજમા કહેવામાં આવ્યું છે.
આ આગના કારણે જે જાનમાલનું નુકસાન થયું છે અને આર્થિક રીતે જે નુકસાન નોઁધાયું છે તે લગભગ ૧૩૫ થી ૧૫૦ અબજ ડોલર જેટલું હોઇ શકે છે.
અત્યાર સુધી જે ૧૬ લોકોના મોતને પુષ્ટિ અપાઇ છે તે પૈકી ૫ લોકો પેલિસેડ્સ વિસ્તારનીઆગમાં અને ૧૧ લોકો ઇટોન વિસ્તારની આગમાં હોમાઇ ગયા હતા એમ લોસ એંજલસ કાઉન્ટિ કોરોનર્સની ઓફિસ દ્વારા શનિવારે બહાર પાડવામાં આવેલાં એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.
શનિવાર પહેલાં પુષ્ટિ અપાયેલો મૃત્યુઆંક ૧૧નો હતો પરંતુ અધિકારીઓનું કહેવું છે કે બચાવકાર્યમાં જોડાયેલા કર્મચારીઓ હાલ સ્નિફર ડોગ સાથે આ વિસ્તારની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે જેથી મૃત્યુઆંક વધી શકે તેમ છે. રાજ્ય સરકારે તાત્કાલિક એક સેન્ટર ઉભું કર્યું છે જેમાં કોઇપણ પીડીત પોતાના પરિવારજનોના ગુમ થવાની જાણ કરી શકે છે.
લોસ એંજલસ શહેરના સત્તાવાળાઓને એવી ભીતિ સતાવી રહી છે કે જો ફરીથી સૂસવાટા મારતા પવનો શરૂ થઇ જશે તો જંગલોની આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને જે.પી. પૌલ ગેટ્ટી મ્યુઝિયમ અને યુનિવર્સિટિ ઓફ કેનિફોર્નિયા તરફ આગળ વધી શકે છે.
આ સંભવનાઓને જોતાં સત્તાવાળાઓ આસપાસના વિસ્તારોમાં ઘરો ખાલી કરીને સલામત સ્થળે સ્થળાંતર કરી જેવા તમામ તૈયારીઓ કરી રાખવાની તાકીદ કરી છે.
શનિવારની સાંજ સુધીમાં કેલિફોર્નિયાના ફાયર ડિપાર્ટમેન્ટે દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે પેલિસેડ, ઇટોન, કેનિથ અને હર્સ્ટ જેવા વિસ્તારોમાં લાગેલી આગે ૬૨ ચો.માઇલ જેટલો વિસ્તાર આવરી લીધો હતો જે સાન ફ્રાન્સિસ્કો શહેર કરતાં મોટો વિસ્તાર કહી શકાય.
આ ભીષણ આગમાં પેલેસાઇડ અને ઇટોન વિસ્તારમાં આવેલા મકાનો સંપૂર્ણ રીતે બળીને ભસ્મ થઇ ગયા છે કેમ કે આ બંને વિસ્તાર સદંતર સપાટ બની ગયા છે.SS1MS