મૃત જાહેર મહિલા એમ્બ્યુલન્સમાં બેસી ગઈ અને તેણે પાણી માગ્યું
લખનૌ, આને કુદરતનો ચમત્કાર કહો કે ડોક્ટરોની બેદરકારી. હોસ્પિટલમાં મૃત જાહેર મહિલા રસ્તામાં જીવિત ઊભી થઈ ગઈ. કેન્સરથી પીડિત મહિલાને હોસ્પિટલમાં મૃત જાહેર કરી દેવાઈ. એમ્બ્યુલન્સથી ઘરે લાવતી વખતે મહિલા રસ્તામાં ઉઠીને બેસી ગઈ અને પાણી માંગવા લાગી.
આ કિસ્સો હમીરપુર જિલ્લાના રાઠ વિસ્તારનો છે. આ વિસ્તારના રહેવાસી માતાદીન રૈકવારે જણાવ્યુ કે અનીતા બીમાર રહેતી હતી. સારવાર દરમિયાન ડોક્ટરોએ મહિલાને બ્લડ કેન્સર થયુ હોવાની વાત કહી. તેમણે છતરપુર, ભોપાલ, જાલંધર, ચંદીગઢ અને અમૃતસરમાં સારવાર કરાવી.
જાલંધરમાં નૌગાવ નિવાસી સંબંધી રાજુ રૈકવાર મજૂરી કરે છે. થોડો સમય જાલંધરમાં રાજુના ત્યાં રહીને પ્રાઈવેટ હોસ્પિટલમાં મહિલાની સારવાર કરાવવામાં આવી હતી. લગભગ ૧૫ દિવસ પહેલા મહિલાની હાલત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, ત્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.
પત્નીના કથિત મૃતદેહને પેક કરીને તેમને સોંપી દેવાયો. ગામમાં મૃતદેહ લાવવા માટે તેમણે ત્રીસ હજારમાં એમ્બ્યુલન્સ કરી. માતાદીને જણાવ્યુ કે નોઈડા પહોંચવા પર મહિલા પાણી માંગવા લાગી. આ જાેઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. જાેકે બાદમાં મહિલાને તેના ગામ લાવી દેવાઈ છે. હવે મહિલાની તબિયત ઠીક છે. મૃત જાહેર મહિલાના જીવિત થવા પર તેમને જાેવા માટે ગામના લોકોની ભીડ ઉમટી છે. SS2SS