ગિલને ઉપસુકાની બનાવવાનો નિર્ણય ભવિષ્યલક્ષી છેઃ અશ્વિન
નવી દિલ્હી, ભારતીય ટીમના પૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયામાં શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવવાના મેનેજમેન્ટના નિર્ણયનું સમર્થન કર્યું હતું.
અશ્વિને આને ભવિષ્યલક્ષી પગલું ગણાવ્યું હતું. ટોચના ક્રમના બેટ્સમેન ગિલનું સ્થાન ટીમમાં મોટાભાગે નક્કી છે અને તેને ભાવિ સુકાની તરીકે તૈયાર કરવાનો વિચાર સરાહનિય છે. અશ્વિને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અધવચ્ચે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
અશ્વિને યુ-ટ્યુબ ચેનલ પર જણાવ્યું કે, મારી કદાચ ભૂલ ના થતી હોય તો ગિલને ટેસ્ટ ક્રિકેટમાં પણ ઉપસુકાની રહેવાનો અનુભવ છે. ગિલને વન-ડેમાં ઉપસુકાની બનાવાયો છે તો બીજીતરફ ટી૨૦માં આ ભૂમિકા અક્ષર પટેલને સોંપવામાં આવી છે.
ભારતીય ટીમમાં ટોચના સાત ખેલાડીઓમાં ડાબોડી ખેલાડીની અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રોહિત અને ગિલ ઓપનર છે જે જમણેરી છે. જ્યારે કોહલી, ઐયર, અને રાહુલ અનુક્રમે બેટિંગ કરી શકે છે. છઠ્ઠા ક્રમે જાડેજા અથવા અક્ષરમાંથી કોઈ એક રમી શકે છે.
ડાબેરી ખેલાડીને વધુ મહત્વ આપવું જોઈએ તેવો આગ્રહ અશ્વિને વ્યક્ત કર્યાે હતો. જયસ્વાલને તક આપવાથી ઐયરને બહાર બેસવું પડી શકે છે.SS1MS