Western Times News

Gujarati News

દિલ્હી સરકાર IIT કાનપુરની ટીમની કૃત્રીમ વરસાદ કરાવવાની સલાહ લેવા 13 કરોડ રુપિયા ખર્ચશે

દિલ્હી સરકાર આઇઆઇટી -કાનપુરની ટીમની સલાહના આધારે કૃત્રિમ વરસાદ (કુલ ૧૩ કરોડ રૂપિયા)ના તબક્કા ૧ અને બીજા તબક્કાનો ખર્ચ ઉઠાવવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત રહી છે.

નવીદિલ્હી, દિવાળી પહેલા હવામાને દિલ્હી-એનસીઆરના લોકોને મોટી ભેટ આપી છે. દિલ્હી-નોઈડાના ઘણા વિસ્તારોમાં રાતભર ભારે વરસાદ પડ્યો હતો. હવામાનમાં ફેરફારને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઉપરાંત પ્રદૂષણમાંથી પણ મોટી રાહત મળી છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં એકયુઆઇ સ્તર ૪૦૦ થી ઘટીને ૧૦૦ થઈ ગયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના બવાના, કાંઝાવાલા, મુંડકા, જાફરપુર, નજફગઢ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં વરસાદ પડ્યો હતો.
આઇએમડીએ જણાવ્યું કે બહાદુરગઢ, ગુરુગ્રામ, માનેસર સહિત એનસીઆરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો. આ સાથે હરિયાણાના રોહતક, ખરખોડા, મત્તનહેલ, ઝજ્જર, ફરુખનગર, કોસલીની આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આનાથી પ્રદૂષણમાંથી રાહત મળે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે જણાવ્યું કે ગુરુવારે મોડી રાતથી દક્ષિણ-પશ્ચિમ દિલ્હી, એનસીઆર (ગુરુગ્રામ) તેમજ હરિયાણામાં વિવિધ સ્થળોએ વરસાદ પડ્યો છે. ગોહાના, ગન્નૌર, મેહમ, સોનીપત, ખરખોડા, ચરખી દાદરી, મત્તનહેલ, ઝજ્જર, ફારુખનગર, કોસલી, સોહના, રેવાડી, બાવળમાં ઝરમર ઝરમર વરસાદ પડયો છે.રાજસ્થાનના ભીવાડીમાં પણ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે કહ્યું કે દિલ્હીમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા વરસાદની શક્યતા છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં ૨૪-કલાકનો સરેરાશ એકયુઆઇ ૪૩૭ હતો, જે “ગંભીર” શ્રેણીમાં આવે છે. તમને જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆર આ દિવસોમાં પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે પણ કૃત્રિમ વરસાદની તૈયારી કરી લીધી છે. ૨૦ અને ૨૧ નવેમ્બરની આસપાસ દિલ્હીમાં કૃત્રિમ વરસાદ કરવામાં આવશે. પરંતુ આ પહેલા સરકારે પાયલોટ સ્ટડી કરાવવાનો ર્નિણય કર્યો છે, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થશે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે દિલ્હી સરકારે કૃત્રિમ વરસાદનો ખર્ચ ઉઠાવવાનો ર્નિણય કર્યો છે. મુખ્ય સચિવને સૂચના આપવામાં આવી છે કે તેઓ આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ સરકારના વિચારો રજૂ કરે. અધિકારીઓએ કહ્યું કે જાે કેન્દ્ર આ ર્નિણયને સમર્થન આપે તો દિલ્હી સરકાર ૨૦ નવેમ્બર સુધીમાં શહેરમાં કૃત્રિમ વરસાદના પ્રથમ તબક્કાની વ્યવસ્થા કરી શકે છે.

મુખ્ય સચિવને સુપ્રીમ કોર્ટને જણાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે કે દિલ્હી સરકાર આઇઆઇટી -કાનપુરની ટીમની સલાહના આધારે કૃત્રિમ વરસાદ (કુલ ૧૩ કરોડ રૂપિયા)ના તબક્કા ૧ અને બીજા તબક્કાનો ખર્ચ ઉઠાવવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત રહી છે.

પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આઇઆઇટી-કાનપુરની ટીમને મળ્યા બાદ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સરકાર દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે ક્લાઉડ સીડિંગ ટેક્નોલોજી દ્વારા કૃત્રિમ વરસાદ બનાવવાની યોજના બનાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.