Western Times News

Gujarati News

બેંકના ડેપ્યુટી મેનેજરે કુરીયર કંપનીના પોર્ટલ ઉપર પાર્સલ ટ્રેક કરવા જતાં 90 હજાર ગુમાવ્યા

cyber crime

કુરીયર કંપનીના પોર્ટલ ઉપર પાર્સલ ટ્રેક કરવા જતાં બેંકના ડેપ્યુટી મેનેજર સાથે રૂ.૮૯પ૦૦ની છેતરપિંડી

પાર્સલ વહેલું મેળવવા લિંક ઓપન કરતાં જ ખાતામાંથી રૂપિયા ગાયબ

રાજકોટ, સાયબર માફીયાઓને યેનકેન પ્રકારે લોકો સામે છેતરપિડી આચરતા હોય છે. ત્યારે કુરીયર કંપનીના પોર્ટલ ઉપર પાર્સલ ટ્રેક કરવા જતાં બેકના ડેપ્યુટી મેનેજર સાથે રૂ.૮૯પ૦૦ની છેતરપિંડી થઈ હતી. બનાવ અંગે સાયબર પોલીસ મથકમાં ફરીયાદ નોધાઈ હતી.

સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે પામ સીટીમાં રહેતા કિશનભાઈ પરસોતમભાઈ ગજેરા ઉ.ર૮ એ નોધાવેલ ફરીયાદમાં જણાવ્યું હુતં કે, તેઓ રણછોડનગરમાં આવેલ એકસીસ બેકમાં ડેપ્યુટી મેનેજર (Axis Bank deputy Manager) તરીકે નોકરી કરે છે. ગઈ તા.૪ ઓકટોબરના રોજ તેની બેક દ્વારા તેનું નવું ક્રેડીટ કાર્ડ કુરીયરમાં આવવાનું હતું.

જેથી તેણે તે કુરીયર કંપનીના પોર્ટલ ઉપર પાર્સલ ટ્રેક કર્યું હતું. તેને કુરીયર ઝડપથી જોઈતું હોવાથી ગઈ તા.૭ ઓકટોબરના રોજ ગુગલ પર તે કુરીયર કંપનીના કસ્ટમર કેરના નંબર સર્ચ કરી તેની ઉપર કોલ કર્યો હતો. જેમાં સામાવાળાને કુરીયર ઝડપથી જોઈતુંહોવાનું કહેતા રૂ.પ ઓનલાઈન ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. ત્યારબાદ સામાવાળાએ તેના વોટસએપ નંબર ઉપર અજાણી એક લીક મોકલી હતી જે લીંક તેને કલીક કરવાનું કહયું હતું.

તેણે તેમ કરતાં જ એક એપ ઈન્સ્ટોલ થઈ ગઈ હતી. જે તેને ઓપન કરવાનું કહેતાં તેમ કહર્યું હતું કે તેમા પોતાની ટુંકી વિગત ભરી હતી. નીચે રૂ.પની પેમેન્ટનું ઓપ્શન હોવાથી તે કલીક કરતાં તેને HDFCમાં આવેલા ખાતામાંથી પેમેન્ટ થઈ ગયું હતું. તેના ત્રીજા દિવસે તે નોકરી પર હતા ત્યારે બેક તરફથી તેના ખાતામાંથી રૂ.૮૯પ૦૦ ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો.

જેથી પરીસ્થિતી પામી જતાં સાયબર ક્રાઈમના હેલ્થ લાઈન નંબર પર કોલ કરી ફરીયાદ આપી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જે મોબાઈલ નંબર પરથી ગઠીયાઓ વાત કરી હતી. તેના વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.