Western Times News

Gujarati News

ધરોઇ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેઇનેબલ ટુરીઝમ એન્‍ડ પિલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ કરાશે

રાજ્ય સરકાર ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમ વિસ્તારને વર્લ્ડક્લાસ સસ્ટેઇનેબલ ટુરીઝમ એન્‍ડ પિલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકે વિકસાવી રહી છે. ધરોઇ ડેમને કેન્દ્રમાં રાખી તેની આસપાસના 90 કિમી ની ત્રિજ્યામાં આવતા વડનગર, તારંગા, અંબાજી અને રાણ કી વાવ જેવાં પ્રસિદ્ધ સ્થળોને પણ આ પ્રોજેક્ટ હેઠળ સાંકળી લેવામાં આવશે.

ધરોઇના ડેમના આ સમગ્ર વિસ્તારમાં એડવેન્ચર અને રિક્રિએશનલ એક્ટિવિટીઝ તેમજ ધાર્મિક પ્રવાસનની પ્રવૃત્તિઓ ખીલી ઉઠે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

ધરોઇ રિજિયનનો આ વિકાસ પ્રોજેકટ સમગ્રતયા અંદાજે રૂ. ૧૧૦૦ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં હાથ ધરાશે. આ સંદર્ભે ધરોઇ ડેમ સાઇટ પર જઇને સ્થળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.