Western Times News

Gujarati News

ઝઘડિયાના અસાથી માલસર વચ્ચે નર્મદા નદી પરના પુલથી વડોદરાનું અંતર ઘટશે

પુલ ચાલુ થતા ઝઘડિયા – નેત્રંગ પંથકના વાહનો માટે નવો રૂટ ઉપલબ્ધ થશે.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના અસા ગામથી વડોદરા જીલ્લાના શિનોર તાલુકાના માલસર ગામ વચ્ચે નર્મદા નદી પર નિર્માણ થઈ રહેલ પુલની સગવડથી તાલુકાને ડભોઈ – વડોદરા તરફ જવા માટે એક નવો રૂટ પ્રાપ્ત થશે.હાલમા ઝઘડિયા તાલુકાના વાહન ચાલકોએ ડભોઈ – વડોદરા તરફ જવા માટે રાજપીપળા સેગવા થઈને જવુ પડતું હોય છે.

The distance from Asa to Malsar in Zaghadiya to the bridge over the river Narmada will reduce the distance to Vadodara

અશા માલસર વચ્ચેનો પુલ ચાલુ થતાં આ પંથકમાંથી ડભોઈ – વડોદરા તરફ જવાના અંતરમાં ૨૦ કિલોમીટર જેટલો ઘટાડો થશે.તેને લઈને નર્મદા નદી પરના આ નવા પુલથી જનતાના નાણાં અને સમયનો યોગ્ય બચાવ થઈ શકશે.વર્ષોથી આ પંથકની જનતાની આ સ્થળે પુલ બનાવવાની જે માંગ હતી તે પુલની કામગીરી સંપન્ન થતા પુર્ણ થશે.

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પંથકના અશા,પાણેથા,ઈન્દોર અને વેલુગામ વિસ્તારના ગામોની જનતાને પણ પુલની સુવિધા મળતા રાહત મળશે. ઉલ્લેખનીય છે કે જેતે સ્થળના સર્વાંગી વિકાસ માટે રસ્તાઓની સુવિધા મહત્વપૂર્ણ મનાતી હોય છે.ત્યારે આ પંથકના નર્મદા કાંઠા વિસ્તારના અંતરિયાળ ગામોના યોગ્ય વિકાસની ક્ષિતિજો પણ આ પુલની સવલત મળતા વિસ્તૃત બનશે.મળતી વિગતો મુજબ પુલના નિર્માણની કામગીરી હાલ ચાલુ છે.

અને નજીકના ભવિષ્યમાં લગભગ પુર્ણ થશે.આ પુલ કાર્યરત થશે ત્યારે ઝઘડિયાથી ડભોઈ – વડોદરા તરફ જવાની બસ સેવા પણ આ રૂટ પર ઉપલબ્ધ બનાવવા એસટી તંત્ર દ્વારા યોગ્ય આયોજનો કરાય તેવી પણ લાગણી આ પંથકની જનતામાં દેખાઈ રહી છે.ત્યારે અશા માલસર વચ્ચે પુલની સવલત પ્રાપ્ત થતાં ઝઘડિયા ઉપરાંત શિનોર તાલુકાનો બાકી રહેલો વિકાસ શક્ય બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.