જિલ્લા શિક્ષણાધિકારી ઈન્ચાર્જ ૧ લાખની લાંચ લેતા ઝડપાયો
દાહોદ, દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીઓ લાંચ લેતા ઝડપાતા હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. અત્યારે ફરી એકવાર દાહોદના શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. લગભગ દોઢ મહિના પહેલા પણ એક મહિલા શિક્ષણાધિકારી ૧૦ હજાર રૂપિયાની લાંચ લેતા પકડાતા જાેવાજેવી થઈ હતી. આના પગલે હવે અન્ય અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પરંતુ આ અધિકારીએ પણ લાંચની માગણી કરતા ચકચાર મચી ગઈ હતી. The district education officer was caught taking a bribe of 1 lakh
જેના સ્થાને આને બેસાડવામાં આવ્યા તે પણ શિક્ષકની બદલી માટે એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર ખાતે મયુરકુમાર પારેખ નોકરી કરી રહ્યા હતા. અહીં તેઓ રીડર તરીકે ફરજ બજાવતા હતા. તેવામાં દાહોદથી મહિલા અધિકારી લાંચ લેતા પકડાતા અહીં પણ સ્થાન ખાલી થયું હતું. તેની પૂર્તિ માટે દાહોદના ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે મયુર પારેખને જવાબદારી સોંપવામાં આવી હતી.
પાનમમાં સ્થિત રત્નેશ્વર પ્રાથમિકા શાળામાં કાર્યરત શિક્ષકે મોટો આક્ષેપ લગાવ્યો છે. રત્નેશ્વર આશ્રમ શાળામાં જે ફરજ બજાવતા હતા તે શિક્ષકે દાહોલના ફતેપુરાની આફવા પ્રાથમિક શાળામાં બદલી કરવા માટે અરજી કરી હતી. નોંધનીય છે કે દાહોદમાં બદલી કરવા મુદ્દે તેમની અરજી પર કાર્યવાહી થોડી ધીમી થતા ઈન્ચાર્જને સંપર્ક સાધ્યો હોવાની માહિતી મળી રહી છે.
ત્યારપછી શરૂ થયો લાંચનો એ કિસ્સો. નોંધનીય છે કે ફરિયાદીએ જણાવ્યું કે શિક્ષકની બદલીને સ્વીકારવા માટે દાહોદના ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી એક લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા. જે શિક્ષકે બદલી માટે અરજી કરી હતી તેની પાસેથી નવા નિમણૂક થયેલા ઈન્ચાર્જે લાખો રૂપિયાની માગણી કરી હતી.
સૌથી પહેલા આ સોદો ૫ લાખ રૂપિયાની લેવડ દેવડ પર અટક્યો હતો. ત્યારપછી ફરિયાદીએ આને ૪ લાખ રૂપિયા પર ડિલ ફાઈનલ કરી દીધી હતી. નક્કી થયા બાદ ઈન્ચાર્જે ૨ લાખ રૂપિયા એડવાન્સ ફરિયાદી પાસે લઈ લીધા હતા. જાેકે ત્યારપછી બાકીની રકમ ચૂકવણી અંગે તે ઉઘરાણી કરતા ફરિયાદીએ કંટાળીને એન્ટી કરપ્શન બ્યૂરોને આ અંગે જાણ કરી દીધી હતી. તેણે જણાવ્યું કે લાંચ આપવી જ નહોતી પરંતુ ટ્રાન્સફર પ્રોસિજર અટકે નહીં તેના માટે આ પ્રમાણે કરવું પડ્યું હતું.
અહીંથી આ ઈન્ચાર્જને પકડવાની તજવીજ શરૂ થઈ ગઈ હતી. તેમણે ૧ લાખ રૂપિયાની લાંચ આપવાની મોટી રણનીતિ ઘડી હતી. આ દરમિયાન સરકારી ગાડીમાં જ રૂપિયા મૂકાવતા તેમને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. એન્ટી કરપ્શન ટીમે તેમની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી દીધી હતી. અગાઉ જે અધિકારી અહીં ફરજ બજાવતા હતા તેમણે પેન્શન અંગે રૂપિયાની માગણી કરી હતી. તેઓ લગભગ દોઢ કે બે મહિના અગાઉ જ લાંચ લેતા ઝડપાયા હતા.SS1MS