Western Times News

Gujarati News

વિમાનમાં બાળકીનું ઓક્સિજન ઘટતાં હાજર ડૉક્ટર્સે જીવ બચાવ્યો

પ્રતિકાત્મક

ડૉક્ટરોએ બાળકીને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું આઈવી કેનુલા લગાવ્યો અને ઓક્સિજન સપોર્ટ આપ્યો

બેંગલુરૂ,  બેંગ્લુરુથી દિલ્હી આવતી ફ્લાઇટમાં હૃદયરોગથી પીડિતાની બે વર્ષની બાળકી અચાનક બેભાન થઈ ગઇ હતી. ઓક્સિજનના અભાવે તેના શરીરનો રંગ બદલાવા લાગ્યો હતો અને તેનો જીવ જાેખમમાં મૂકાઈ ગયો હતો. આ જ કારણે વિસ્ટારા એરલાઇન્સની ફ્લાઇટમાં હેલ્થ ઈમરજન્સી ડિક્લેર કરાઈ હતી.

જાેકે સદભાગ્યે આ ફ્લાઇટમાં એઆઈઆઈએમએસના ૫ રેસિડેન્ટ ડૉક્ટરો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ આ જાહેરાત સાંભળી બાળકીનો જીવ બચાવવામાં લાગી ગયા. ઓછા સાધનો વચ્ચે પણ તેમણે સંપૂર્ણ તાકાત લગાવી. ફ્લાઇટમાં જ બાળકીને ઓક્સિજન અને જીવન રક્ષક સપોર્ટ અપાયું. જેનાથી બાળકીને સ્થિર હાલમાં હોસ્પિટલ સુધી પહોંચાડાઈ શકી. દિલ્હી એઆઈઆઈએમએસએ આ ઘટનાની જાણકારી આપી હતી.

એઆઈઆઈએમએસના ટિ્‌વટમાં જણાવાયું છે કે બાળકીના હૃદયની કોઈ હોસ્પિટલમાં સર્જરી થઈ હતી. આ જ કારણે તેને ફ્લાઈટમાં લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન તે બેભાન થઈ ગઈ. ફ્લાઈટમાં હાજર એઈમ્સના ડૉક્ટરોએ તપાસ કરી તો બાળકીન ધબકારાં અટકી ગયા હતા. શરીર ઠંડુ પડી ગયું હતું. તે શ્વાસ લઈ શકી રહી નહોતી. તેના હોઠ અને આંગળીઓ વાદળી પડી ગયા હતા.

એઆઈઆઈએમએસના ડૉક્ટરોએ બાળકીને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેને આઈવી કેનુલા લગાવ્યો અને ઓક્સિજન સપોર્ટ આપ્યું. ત્યારે લોહીનો સંચાર સામાન્ય થયો. આ દરમિયાન બાળકીને ફરી એકવાર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.

આ જ કારણે ડૉક્ટરોએ તેને ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર સપોર્ટ આપ્યું જેથી ધબકારાં નિયંત્રિત થઈ શકે. આ ઉપરાંત ૪૫ મિનિટ સુધી સીપીઆર આપ્યું ત્યારે બાળકીનો જીવ સ્થિર થયો. આ દરમિયાન ફ્લાઈટને નાગપુરમાં લેન્ડર કરી બાળકીને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ પહોંચાડાઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.