Western Times News

Gujarati News

નવજાત બાળકીનું વજન જોઈને ડોક્ટરો દંગ રહી ગયા

નવી દિલ્હી, જ્યારે પણ કોઈ મહિલા ગર્ભવતી થાય છે ત્યારે પરિવારના સભ્યો ઈચ્છે છે કે બાળક માતાની સાથે સ્વસ્થ રહે. માતાના ગર્ભથી દુનિયા સુધીની યાત્રામાં તેને વધારે મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આ જ કારણે માતાને વિવિધ પ્રકારની વસ્તુઓ ખવડાવવામાં આવે છે, જેનાથી ૯ મહિના સુધી માતા-બાળકની યાત્રા સરળ બને છે.

જાે કે, ક્યારેક માતાને ખ્યાલ પણ નથી આવતો અને પેટમાં ઉછરી રહેલું બાળક ધીમે ધીમે વધુ વજનદાર થઈ જાય છે. આવી સ્થિતિમાં જન્મ સમયે માતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અનંતપુર જિલ્લાના ઉરાવકોંડા મંડલની એક નવાઈની ઘટના છે. અહીં છિન્નામુષ્ટરુ ગામની તેજસ્વિની નામની મહિલાએ આ પ્રખ્યાત બાળકીને જન્મ આપ્યો છે. તેજસ્વિનીનું આ ત્રીજું બાળક છે અને બાળકીનો જન્મ રવિવારે થયો હતો જ્યારે મહિલાને પ્રસૂતિ થઈ ત્યારે તેના માતા-પિતા તેને ગુંટકલ્લુ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા.

પીડા તીવ્ર હતી, તેથી ડૉક્ટરોએ તેને નોર્મલ ડિલિવરી કરાવવાનું નક્કી કર્યું હતુ. કલાકો પછી જ્યારે બાળકી બહાર આવી તો તેને જાેઈને ડોક્ટર અને સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આજકાલ સિઝેરિયન ડિલિવરી થવાની શક્યતાઓ ઘણી વધી ગઈ છે, ત્યાં ૫ કિલો ૮૦ ગ્રામનું બાળક નોર્મલ ડિલિવરીમાંથી બહાર આવતું જાેઈને સૌને આશ્ચર્ય થયું.

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં માતાના ગર્ભમાંથી જ્યારે ૫ કિલો ૮૦ ગ્રામનું બાળક બહાર આવ્યું તો ડોક્ટરો પણ દંગ રહી ગયા હતા. સામાન્ય રીતે જન્મ સમયે બાળકનું વજન અઢીથી સાડા ત્રણ કિલો જેટલું હોય છે, પરંતુ આ બાળકનું વજન સામાન્ય કરતાં લગભગ ૬ કિલોથી વધુ છે.

જ્યારે ડોક્ટરોએ પણ આ બાળકને જાેયું તો તેઓને ખૂબ જ આશ્ચર્ય થયું. ડોકટરો હંમેશા કહે છે કે જન્મ સમયે બાળકનું વજન ૩ કિલોથી વધુ હોય તો તે સ્વસ્થ અને મજબૂત હશે.

સામાન્ય રીતે બાળકોનું વજન સાડા ત્રણ કિલો કે તેનાથી વધુ હોય તો ડોકટરો માતા અને બાળકની સલામતી માટે ઓપરેશનનો સહારો લે છે, પરંતુ આ ૬ કિલોની બાળકી જે રીતે કુદરતી જન્મથી બહાર આવી છે તેનાથી તે સમાચારોમાં હેડલાઈન્સમાં આવી ગઈ છે.

ડોકટરોએ બાળકની તબિયત અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બાળકને કોઈ સમસ્યા નથી અને માતા પણ સ્વસ્થ છે. ડોક્ટરોએ કહ્યું કે ત્રણ દિવસ પછી તેને રજા આપીને ઘરે મોકલી દેવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.