Western Times News

Gujarati News

ટ્રાન્સપોર્ટમાં સામાન મોકલતા પહેેલા ચેતી જજો – આવું પણ થઈ શકે છે

પ્રતિકાત્મક

ટ્રક ડ્રાઈવરે અમદાવાદના ટ્રાન્સપોર્ટરનો ૩૦ લાખનો સામાન રસ્તામાં વેચી દીધો-ગાડી બિનવારસી મુકીને ભાગી જનાર વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ મથકમાં ફરિયાદ

હિમતનગર, અમદાવાદના એક ટ્રાન્સપોર્ટરે ટ્રકમાં માલસામાન લોડ કરાવી બીલ તથા અન્ય જરૂરી દસ્તાવેજાે સાથે ગાડીના ડ્રાઈવરને સીકકીમ ખાતે પહોચાડવા રવાના કર્યો હતો. પરંતુ ડ્રાઈવરે ગાડીીમાં સામાન લોડ કરાવી રસ્તામાં કયાં વેચી ગાડી બિનવારસી મુકીને ભાગી ગયો હતો.

જે અંગેની જાણ થતાં ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજરે ટ્રકના ડ્રાઈવરે વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતા પોલીસે રૂા.૩૦,૩૭,૭૮૪ની છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદની શિવશકિત લોજેસ્ટીક પ્રા.લી. નામની ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા જુદી જુદી કંપનીઓનોન માલ લઈ સમગ્ર દેશમાં ટ્રક મારફતે પહોચાડવામાં આવે છે. ગાડી નં.આરજે-૧૭-જેડી-૦૭૮૪ ની ગાડીમાં રવીરાજ કંપની સાણંદ ખાતેની પીવીીસી રોલ એર બબલ ફિલ્મ રોલ ફોઈલ્સ રોલ સહીતનો સામાન ભરાવીને બીલ તેમજ ચલણ સાથેના કાગળીયાં મોકલાવ્યા હતા.

તેમજ ડ્રાયય પાવડરના ડ્રમ નંગ ૧૦૦ કિ.રૂા.૧પ,૦૪,પ૦૦ નો સામાન સીકકીમ ખાતે પહોચાડવાનો હોવાથીડ ડ્રાઈવર પ્રભુદાસ ગુજજર રહે. માલસા તા.કરેડા જજી.ભીલવાડા ટ્રક લઈને રવાના થયો હતો. પરંતુ ગત તા.૧૦-પ-ર૦ર૩ના રોજ રવાના કરેલો માલ નિર્ધારીત જગ્યાએ પહોચ્યયો ન હતો.

અને હિમતનગર નજીક રસ્તામાં માલ પડયો હોવાની મનોજભાઈ કીશનભાઈ ધુપ્પડે ફોન કરીને જાણ કરી હતી. જેથી ખાનગી વાહનમાં તેઓ હિમતનગગર આવ્યા હતા અને ગામડી નજીક બિનવારસી હાલતમાં ટ્રક પડી હોવાનું માલુમ પડયું હતું. તે દરમ્યાન કાળા રંગના બેરલ અસતવ્યસ્ત પડેલા હતા.

આજુબાજુ તપાસ કરતાં માલુમ પડયું હતું કે રાત્રીના ૩ વાગ્યાના સુમારે આ ટ્રકના ડ્રાઈવર ગાડી ઉભી કરીને ચા પીવા આવ્યો હતો. અને કહયું હતુુ કે ગાડીમાં ડીઝલ નથી અને ડીઝલ લેવા જવું છું તેમ કહીને જતો રહયો હતો.જાેકે જીપીએસ સર્વીસ પણ બંધ હોવાનું તેના માલીક મનોજભાઈ શર્માને પુછપરછ કરતાં માલુમ પડયું હતું.

પ્રાંતીજના ટોલબુથ પર ફાસ્ટેગ પણ કપાયું હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તર ડ્રાઈવર પ્રભુ ગજજરનો ફોન બંધ આવતો હતો. તેમજ ડ્રાઈવવરનો કોઈ અતોપતો ન મળતાં ટ્રાન્સપોર્ટર દ્વારા લોડ કરેલો સામાન રસ્ત્માં કયાંક વેચી દઈ અથવા સંતાડી દઈ ગાડી બિનવારસી મુકી ભાગી ગયા અંગેની ફરીયાદ ગાંભોઈ પોલીસ મથકમાં નોધાતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.