Western Times News

Gujarati News

દારુડીયો વીજળીના થાંભલા પર ચડી વાયર પર સુઈ ગયો

અમરાવતી, દારૂના નશામાં એક શખ્સ વીજળીના થાંભલા પર ચડી ગયો. નશો કર્યા બાદ મગજ પર કાબૂ રહેતો નથી અને આ દરમ્યાન કંઈ એવું કરી નાખે છે, જેને લઈને તેને ખુદ ખબર નથી રહેતી.

દારૂના નશામાં આંધ્ર પ્રદેશમાં એક શખ્સ સાથે કંઈક આવું જ થયું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ ચર્ચામાં છે. નિશ્ચિતપણે આપને આ વીડિયો જોઈને નવાઈ લાગશે. આ વીડિયોમાં શખ્સ દારૂના નશામાં વીજળીના થાંભલા પર ચડી જાય છે, તેને એ પણ નથી ખબર કે આવું કરવાથી તેનો જીવ જઈ શકે છે.

આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે લોકોની ભીડ જામેલી છે અને દારૂડિયો શખ્સ વીજળીના થાંભલા પર ચડીને લાઈવ વાયર સ્ટંટ કરતો દેખાય છે. આ વીડિયો જોયા બાદ તમને પણ ઝટકો લાગશે. આ વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવાય છે કે આંધ્ર પ્રદેશમાં દારૂના નશામાં એક શખ્સ વીજળીના થાંભલામાં ચડી ગયો, લાઈવ વાયર સાથે સ્ટંટ કરી રહ્યો છે.

આંધ્ર પ્રદેશના પાલકોંડા મંડલના એમ. સિંગીપુરમમાં એક અજીબોગરીબ ઘટનામાં, એક દારૂડિયો શખ્સ વીજળીના થાંભલા પર ચડી ગયો. તથા લાઈવ વાયર પર સ્ટંટ કરી ગામલોકોને ચોંકાવી દીધા. આ ખતરનાક દૃશ્ય જોઈ સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા. જોકે ગામલોકોએ સમય રહેતા ટ્રાન્સફોર્મર બંધ કરી દીધું, જેના કારણે આ ભાઈનો જીવ બચી ગયો. બાદમાં ગામના લોકોએ મળીને તેને હેમખેમ નીચે ઉતાર્યો. જેના કારણે એક મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.