ધરતીકંપના કારણે જાપાનના દરિયા કિનારાનો નકશો બદલાયો

ટોકિયો, જાપાનમાં નવા વર્ષની શરુઆતમાં આવેલા ભૂકંપે હાહાકાર મચાવી દીધો હતો.ભારે શક્તિશાળી ભૂકંપના કારણે સુનામની ચેતવણી પણ આપવામાં આવી હતી.જાેકે જાપાન પરથી સુનામીનો ખતરો તો ટળી ગયો હતો પણ પ્રચંડ તાકાતવાળા ધરતીકંપના કારણએ જાપાનના દરિયા કિનારાનો નકશો બદલાઈ ગયો છે.
જાપાનમાં નોટો ટાપુ પર આ વર્ષનો પહેલો ભૂકંપ પહેલા જ દિવસે આવ્યો હતો.તેની તિવ્રતા ૭.૬ રિકટર રહી હતી.ભૂકંપના કારણે સુનામી આવશે તેવા ડરથી આ ટાપુ પર રહેતા લોકોને સલામત સ્થળોએ જવા માટે કહેવાયુ હતુ.
ભૂકંપના કારણે ટાપુના દરિયા કિનારા પરથી દરિયો ૮૦૦ ફૂટ કરતા પણ વધારે પાછળ જતો રહ્યો છે.દરિયા કિનારો પણ જમીનથી પહેલા હતો તેના કરતા વધારે ઉપર આવી ગયો છે અને તાજેતરમાં લેવાયેલી સેટેલાઈટ તસવીરોમાં આ ફરક સાફ દેખાઈ રહ્યો છે.
નાહેલ બેલગર્ઝ નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેની તસવીરો પણ શેર કરવામં આવી છે.
દરિયો પાછળ ખસી ગયો હોવાથી નાવિકો માટે કિનારા સુધી બોટ પહોંચાડવી મુશ્કેલ બની રહી છે.દરિયા કિનારાની જમીન પણ સુકાઈ ગઈ છે.
ટોકિયો યુનિવર્સિટીના સંશોધકોનુ કહેવુ છે કે, ભૂકંપ બાદ નોટો ટાપુ પર કાઈસોથી આકાસાકી વિસ્તાર સુધીમાં દસ જગ્યાએ દરિયા કિનારો ઉપર આવી ગયો છે અને દરિયાનુ પાણી પાછળ ધકેલાઈ ગયુ છે.ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં આ સ્થિતિને કોસ્ટલ અપલિફ્ટ કહેવામાં આવે છે. SS2SS