પગાર ન વધારતા કર્મચારીએ ગોડાઉનમાં આગ લગાડી દીધી
આગને પગલે અશ્વિનભાઈના ગોડાઉનમાં રહેલા ડ્રેસ મટિરિયલ્સ સહીત કિંમતી કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો
કામદારનું કૃત્ય CCTVમાં કેદ
સુરત,સુરતમાં એક કર્મચારીના કૃત્યને કારણે માલિકે લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. જાેકે, આ બનાવ ૧૦ દિવસ પહેલા બન્યો હતો. આ ઘટનામાં હવે મોટો ખુલાસો થયો છે. બનાવના સીસીટીવી સામે આવતા ખુલાસો થયો છે કે માલિકને નુકસાન પહોંચાડનાર અન્ય કોઈ નહીં પરંતુ તેનો કર્મચારી જ હતો.
હકીકતમાં સુરતના સણીયા હેમાદ ગામ ખાતે ૧૦ દિવસ પહેલા એક કાપડના ગોડાઉનમાં આગી લાગી હતી. જે તે સમયે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. ગોડાઉનમાં લાગેલી આગને કારણે માલિકને ૭૮ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. તપાસમાં એ વાત સામે આવી છે કે ગોડાઉનમાં એક કર્મચારીઓ જ આગ લગાડી હતી.
આ લગાડવાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. સુરતના સણીયા હેમાદ ગામ ખાતે અશ્વીનભાઇ જીવરાજભાઇ રૈયાણીનું કાપડનું ગોડાઉન આવેલું છે. ૧૦ દિવસ પહેલા અશ્વીનભાઈને ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગી ગઈ હતી. આગને પગલે અશ્વિનભાઈના ગોડાઉનમાં રહેલા ડ્રેસ મટિરિયલ્સ સહીત કિંમતી કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
આ કેસમાં પોલીસી સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. જેમાં એક વ્યક્તિ ગોડાઉમાં આગ લગાડતો હોવાનું સામે આવ્યું હતું. જે બાદમાં ફેક્ટરી માલિકે આ કારીગરની ઓળખ કરી લીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આગ લગાડનાર કારીગરને બનાવના ત્રણ દિવસ પહેલા નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો.
આગ લગાડનાર આરોપી એજાજ અહેમદ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. માલિકના કહેવા પ્રમાણે એજાજ છેલ્લા બે મહિનાથી તેના ગોડાઉમાં કામ કરતો હતો. મળતી માહિતી પ્રમાણે એજાજે તેના માલિક પાસેથી પગાર ઉપરાંત ૧૦ હજાર વધારાની રકમ માંગી હતી. જાેકે, માલિકે ૧૦ હજાર ન આપતા પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. જે બાદમાં એજાજે ઉશ્કેરાઇને બીજા દિવસે સવારે પાંચ વાગ્યાની આસપાસ ગોડાઉનમાં આગ લગાડી દીધી હતી. આગને કારણે માલિકને ૭૮ લાખનું નુકસાન થયું છે.ss1