ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષ દરમિયાન બાળકોના નામાંકનનો દર 75 ટકાથી વધીને 100 ટકાની નજીક પહોંચ્યો
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાણી
૨૧મો ‘શાળા પ્રવેસોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ ઉજવણી..ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે યોજાશે
Ø રાજ્યમાં ધોરણ ૧–૮માં છેલ્લા ૨૦ વર્ષમાં ડ્રોપ આઉટ રેશિયો ૩૭.૨૨%થી ઘટીને વર્ષ ૨૦૨૨–૨૩માં ૧.૩૧ % થયો
Ø ધોરણ ૩–૧૨ના વિદ્યાર્થીઓ માટે લર્નિગ આઉટકમ આધારિત રિપોર્ટ કાર્ડ આપનાર ગુજરાત દેશમા પ્રથમ રાજ્ય છે
Ø ગુજરાતે સૌ પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીના ઉપયોગથી સ્વીફ્ટ ચેટ નામના લર્નિંગ સોફ્ટવેર થકી ૧.૫ કરોડ લોકોએ સીધો લાભ લીધો છે
Ø રાજ્યની ૨૦,૦૦૦ જેટલી શાળાઓને સ્કૂલ ઓફ એક્સિલેન્સમાં પરાવર્તિત કરવામાં આવી રહી છે
સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ઇતિહાસની આ પ્રથમ ઘટના હતી જેમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો,પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે-ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ થકી નાના ભૂલકાઓને શાળામાં આવકારતા હતા.
વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાયેલા શિક્ષણના આ સેવાયજ્ઞને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આગામી તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં ૨૧ મો શાળા પ્રવેશોત્સવ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની‘ થીમ સાથે રાજ્યના ૩૩ જિલ્લાઓના ૨૫૪ બ્લોક્સ ૩૨૪૭ ક્લસ્ટર્સ અને ૫૪૦૦૦ શાળાઓમાં યોજાશે એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયુ છે.
શાળા પ્રવેશોત્સવના પરિણામે ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે. શાળા પ્રવેશોત્સવ શરૂ થયો તે પહેલા વર્ષ ૨૦૦૨-૦૩માં ગુજરાતમાં નેટ એનરોલ્મેન્ટ રેટ એટલે કે, ધોરણ -૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૭૫.૦૫ ટકા હતો. ધોરણ-૧માં વિદ્યાર્થીઓના નામાંકન દરને ૧૦૦ ટકા સુધી પહોંચાડવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે બીજા જ વર્ષે ૨૦૦૪-૦૫માં નામાંકન દર વધીને ૯૫.૬૪ ટકા થયો. ત્યારબાદ વર્ષ ૨૦૧૨-૧૩માં આ નામાંકન દર ૯૯.૨૫ ટકા સુધી પહોંચ્યો અને ત્યારથી અત્યારસુધી ધોરણ-૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૧૦૦ ટકાની નજીક જ રહ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને માર્ગદર્શન હેઠળ કેબિનેટમંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઇ પાનસેરિયાના આગેવાનીમાં સમગ્ર શિક્ષણ વિભાગની ટીમે પ્રવેશોત્સવ નામાંકન સુનિશ્ચિત કરવા માટે ડેટા આધારિત અભિગમ અપનાવ્યો છે. વર્ષ – ૨૦૧૯ થી શિક્ષણ વિભાગની UDISE – આધારિત ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ સાથે આરોગ્ય વિભાગના ડેટાને જોડવાની ગુજરાતે પહેલ કરી છે. વર્ષ – ૨૦૧૯ થી ધોરણ-૧માં પ્રવેશ માટે યોગ્ય ઉમર ધરાવતા બાળકોને ઓળખી પ્રવેશ આપવા માટે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમના બર્થ રેકોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમનો ઉપયોગ બાળવાટિકામાં પ્રવેશ માટે પણ કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારે વર્ષ – ૨૦૧૮ થી ધોરણ ૩ થી ૧૨ માટે કેન્દ્રીય ધોરણે એકમ કસોટી અને સત્રાંત પરીક્ષા લેવાની શરૂઆત કરી છે. સત્રાંત કસોટીમાં એક સમાન પ્રશ્નપત્ર, એક સમાન સમય બાળકોને આપવામાં આવે છે અને આ પ્રશ્નપત્રો અન્ય શાળાના શિક્ષકો દ્વારા ચકાસણી કરી ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં છે. ત્યારબાદ બાળકોને લર્નિગ આઉટકમ આધારિત રિપોર્ટ કાર્ડ આપવામાં છે. આજે ધોરણ ૩-૧૨ના વિદ્યાર્થીઓ માટે લર્નિગ આઉટકમ આધારિત રિપોર્ટ કાર્ડ આપનાર ગુજરાત દેશમા પ્રથમ રાજ્ય છે.
વર્ષ – ૨૦૦૧ પહેલા ટેક્નોલોજીના અભાવે છેવાડાના બાળકો સુધી શિક્ષકો પહોંચી શકતા ન હતા જ્યારે આજે ગુજરાતે ટેક્નોલોજી ક્ષેત્રે એક અલગ આયામ સમગ્ર દેશમાં સ્થાપિત કર્યો છે. વર્ષ ૨૦૦૮ થી BISAG દ્વારા વંદે ગુજરાત પર શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ થાય છે. ૨૦૨૦ થી તમામ પાઠ્યપુસ્તકોને QR કોર્ડ આપી DIKSHA પોર્ટલ પર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ગુજરાતે સૌ પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અપનાવી છે સ્વીફ્ટ ચેટ નામના લર્નિંગ સોફ્ટવેરનો ૧.૫ કરોડ લોકોએ સીધો લાભ લીધો છે. રાજ્ય સરકારની માલિકીની ગુજરાત એજ્યુકેશન ટેક્નોલોજી કંપની ૨૦૨૨ થી જી -શાળા એપ્લીકેશનના ૩૧ લાખથી વધુ યુઝર્સ છે.
વર્ષ – ૨૦૦૧માં વિધાર્થીઓ સામે શિક્ષકોની સંખ્યા ઓછી હતી. બાળકો જોડે સ્માર્ટ ક્લાસ ન હતા કોમ્પ્યુટર લેબ ન હતી જ્યારે આજે કેબિનેટ શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનસેરિયાએ બાળકોના ભવિષ્યની ચિંતા કરી છે. બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી શકે તે હેતુથી રાજ્યની ૨૦,૦૦૦ જેટલી શાળાઓને સ્કૂલ ઓફ એક્સિલેન્સમાં પરાવર્તિત કરવામાં આવી રહી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ૫૦,૦૦૦ નવા વર્ગ ખંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં ૬૭૦૦ નવા વર્ગખંડનું કામ પૂર્ણ ૨૫,૬૭૫ નું કાર્ય પ્રગતિ હેઠળ છે.
બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ માટે 3 લાખ કોમ્પ્યુટર સાથે ૨૧,૦૦૦ નવી કોમ્પ્યુટર લેબ્સ શિક્ષણ વિભાગ દ્વારા બનાવવામાં આવશે. ૧૩,૪૭૫ કોમ્પ્યુટર લેબ્સનું કાર્ય પૂર્ણ થયુ છે. જયારે ૭,૫૨૫ કોમ્પ્યુટર લેબ્સનું કાર્ય પ્રગતિ હેઠળ છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ૨૬,૫૦૦ સ્માર્ટ ક્લાસરૂમ અને ૬૩,૦૦૦ કોમ્પ્યુટર સાથેની ૪૨૦૦ કોમ્પ્યુટર લેબ આપવામાં આવેલ છે.તથા આ લેબ કાર્યરત કરવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે દરેક શાળાને ગ્રાન્ટ આપવામાં આવેલ છે.
બાળકોને ભણવા એક લાખ પાંચ હજાર નવા સ્માર્ટ ક્લાસ રૂમ્સ બનાવવામાં આવશે. જેમાં ૯૦,૦૦૦ સ્માર્ટ કલાસનું કામ પૂર્ણ અને ૧૫,૦૦૦ સ્માર્ટ ક્લાસનું કામ પ્રગતિ હેઠળ છે. સાયન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રે બાળકો આગળ વધે તે હેતુ થી રાજ્ય સરકાર દ્વારા ૫,૦૦૦ નવી સ્ટીમ લેબ્સ બનાવવામાં આવશે, જેમાં 3000 લેબ્સનું કામ પૂર્ણ થઇ ગયું છે અને ૨૦૦૦ લેબ્સનું કામ પ્રગતિ હેઠળ છે.
આમ, જોવા જઈએ તો ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. વર્ષ ૨૦૨૧માં થયેલા નેશનલ એચીવમેન્ટ સર્વેમાં ગુજરાતનો સમાવેશ દેશના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યોમાં થયો હતો.